ઇન્ટરનેટ મારફતે નોકરીઓ ગોતતા અને મેળવતાં : સાવધાન

ઇન્ટરનેટનો ઉપયોગ જેટલો ફાયદા કારક છે એટલો જ નુકશાન કરતાં પણ છે. ફેસબુક મારફતે છોકરા-છોકરી એકબીજાની બનાવટો કરી, ઉપયોગ કરી પડતાં મૂકી દેવાના કેસ તો આપડે બધાં અવારનવાર જોઈએ જ છીએ. જેટલું ઇન્ટરનેટ સારું છે એટલું જ ખરાબ પણ છે. સારા અર્થે ઉપયોગ કરો તો આ એક એવો ભંડાર છે જેમાંથી તમને જે જોઈતું હોઈ એ થોડાક પ્રયાસો બાદ મળી શકે છે અને ખરાબ ઉપયોગ કરો તો તમારી કે બીજાની જીંદગી બગડી શકે છે.

onlinejobsઇન્ટરનેટ પર રોજના લાખો લોકો નોકરીઓ મેળવવા માટે અપ્પ્લાય કરે છે ત્યારે તેમાં સ્કેમ થવાની શંકા સો ટકા રહેલી છે. આવો જ એક સ્કેમ મારા મિત્ર સાથે થોડાક મહિના પહેલાં જ બનેલો. ઘર બેઠાં કંપનીઓની જાહેરાતને બીજી સાઈટસ પર પ્રચાર કરવાની અને બેઠાબેઠા રૂપિયા કમાવાના, એમાય લોકોને બાટલીમાં ઉતારવા અને પૈસા પડાવવા ઘણાયને રૂપિયા મળી ચુક્યા છે એવાં ઉદાહરણ દેખાડે જેથી એમ થાય કે આ તો સાચું જ હશે. મારા મિત્રના ૨૫૦૦ રૂપિયા ગટર થય ગયાં એમાં.

જામનગરનો જ એક તાજો બનાવ :

નોકરીઓ મેળવવી હવે આસાન થય ગયું છે એવું લાગે છે !? કેમ કે, ઇન્ટરનેટ પર તમને ઢગલાબંધ કંપનીઓનાં નામ જોવા મળશે જે નોકરીઓ આપવાં તૈયાર છે, ગલીના નાકે શાકભાજી વેચવા બેઠાં હોઈ એવું લાગે. આમાં કેટલી કંપનીઓની ભરતી સાચી છે અને કેટલી ખોટી એ કહી ન શકાય.

દુરદર્શનમાં નોકરી આપવાના બહાને યુવાન પાસેથી ૬૩ હાજર પડાવી પાડ્યાની ઠગાઈ :

beaware

યુવાનો પણ આજે નોકરીઓની ચાહમાં ગાંડા-ઘેલા બની ગયાં છે, હું સમજુ છું કે એમાં એ લોકોનો પણ કોઈ વાક નથી. ઘરની જવાબદારીઓ વધતી જાય અને એક સમય આવે ત્યારે માબાપ પણ પ્રેસર કરે કે હવે કૈક તારું ગોઠવ તો સારું, માબાપનો પણ કઈ વાક નથી કેમ કે આ પરીસ્થિતિમાં છોકરો જલ્દીથી સેટ થય જાય તો એમની ચિંતા ઓછી થાય એવું એ વિચારતા હોઈ છે.

અહિયાં સમજવા જેવી બાબત :

૧. નોકરી માટે પહેલાં પૈસા માંગતા હોઈ તો આવજો ટાટા બાયબાય કહી દેવું.

૨. નોકરી આપનાર કોણ છે? શું કરે છે? અને એનું/કંપનીનું બેકગ્રાઉન્ડ શું છે એ જાણકારી રાખવી.

૩. નોકરી મળ્યાં બાદ એ નોકરીમાં આગળ ગ્રોથ છે કે નહી એ પહેલાં જ જોઈ લેવું, જો ગ્રોથ ન હોઈ તો એ નોકરીમાં જાજી મહેનત કરવી નહી.

આવા ઠગ માણસો સાથે શું કરવું જોઈએ?

કોઈક કહેશે કે આવા ઠગને તો ઉંધે માથે લટકાળી લાકડીઓ મારવી જોઈએ, ધોલાઈ કરી નાખવી જોઈએ, બીજીવાર આવું કરતાં પહેલાં સો વખત વિચારે એવો માર મારવો જોઈએ. અરરે ભાઈ જરા શાંતતા ઠેવા!

એ ઠગને આપડે મારશું તો પેલાતો આપડો મગજ બગડશે, એને મારવામાં ક્યાંક આપળને લાગ્યું તો ઉપરથી લેવાના દેવા પડશે, કાયદો હાથમાં લીધો તો પોલીસ પણ જરૂરી કાર્યવાહી કરશે, નકામા પોલીસ સ્ટેસનના ચક્કરમાં શું કામ પડવું?

સૌથી પહેલાં તો એ ઠગ પાસે આપડે મુર્ખ બની ગયાં એ સ્વીકારી લેવાનું અને બીજીવાર આવા મૂર્ખાઈવાળા કામ નહી કરવાનાં. ઠગને પોલીસ ખાતાને સોપી દેવાનો અને જાજી લપમાં પડ્યા કરતાં મગજને સારી દિશામાં લઇ જવાનો. પોલીસખાતું ઠગને કાયદાકીય રીતે સજા આપશે એમાં આપડે વચે ઉતારવાની જરૂર નથી. ઠગે પડાવેલા પૈસા પાછા આવી જાય તો માતાજીની કૃપા ન આવે તો સમજી લો માતાજીની આજ ઈચ્છા હશે, બીજું શું?

શીખવા જેવી બાબત :

નોકરીઓનાં મોહમાં બુદ્ધિભ્રષ્ટ ન થય જાય એ ધ્યાન રાખવું, પહેલાં પૈસા આપો એવું કોઈ કિયે તો ઈ જ મીનીટે એને બાયબાય કહી દેવું.

Advertisements

હતાશાને ડીલીટ કરી…સેલીબ્રેટ કરો અને હસતાં શીખો

યુવાનો એ દેશનું પ્રતિબીંબ છે, દેશનું ભવિષ્ય છે ત્યારે દેશમાં આત્મહત્યાનાં સૌથી વધારે કેસ યુવાનોના જ જોવા મળે છે. આજનો યુવાન જુસ્સાથી ભરપુર પણ છે અને અત્યં…

Source: હતાશાને ડીલીટ કરી…સેલીબ્રેટ કરો અને હસતાં શીખો

મોજીલા અને મીઠાં જગ્ડાઓ દ્વારા જ પ્રેમ વધારે ગાઢ બને છે

મોજીલા અને મીઠાં જગ્ડાઓ દ્વારા જ પ્રેમ વધારે ગાઢ બને છે                                પ્રેમ એટલે, ડાયાબીટીસ હોવા છતાં મીઠાઈ ખાવી અને પછી ડાયાબીટીસ કન્ટ્રોલમાં રાખવા અનેક પ્રકારનાં નુસખાઓ કરવાં. અહ…

Source: મોજીલા અને મીઠાં જગ્ડાઓ દ્વારા જ પ્રેમ વધારે ગાઢ બને છે

I LOVE YOU; પ્રેમ દેખાડો નહી આપો.

પ્રેમનો સબંધ માત્ર વિશ્વાસ પર જ ચાલે છે. એક વખત ગળા સુધીનો વિશ્વાસ રાખી તમારાં સાથીને મોકળાશ આપી તો જુવો. પ્રેમમાં સો ગણો વધારો થઇ જશે અને અનેરો પ્રેમથી ભરપુર ખુશનુમાં માહોલ સર્જાય જશે.…

Source: I LOVE YOU; પ્રેમ દેખાડો નહી આપો.

મારી દાદીમાં કહેતાં કે ગગા મીંઢા નો રહીએ પાણો માંડીને ઈની આગળ વાતું કરીને હૈયું હળવું કરી લઈએ .

તો પછી  આ મારા સહૃદયી  મિત્રો ભાઈઓ અને બહેનો  આગળ થોડી વાતો એમને વાંચવા આપીને  શા માટે  મારા હૈયાનો બોઝ હળવો ન કરું ? અને અમારી ગરીબી સામે ધીંગાણે ખભે ખભો  મિલાવીને  ચડનારી , અને ઈ બહાને  હું મારી …

Source: મારી દાદીમાં કહેતાં કે ગગા મીંઢા નો રહીએ પાણો માંડીને ઈની આગળ વાતું કરીને હૈયું હળવું કરી લઈએ .

Love is the greatest refreshment

Just one talk with my “love”

image

To forget all sadness 😥
To forget all sorrows
To forget how the life is painful

To recharge the extreme energy
To open up the mind with positivity
To smile again with remembering her face.

It’s like recharging my battery  😁
But yeah Love is the greatest refreshment in life.

I got this picture from ‘Mood card’ . . After seeing this pic. . And connecting it with writing a story, i am motivated to write one story which is one small part of my love story. . I will write it by the end of the day if all other things around goes well till that time.