ધરતી જ સ્વર્ગ છે. . .!

વાસ્તવિક ઘટના પર આધારિત કાલ્પનિક પાત્રો વડે વર્ણવેલી આ વાત ખુબજ સમજવા લાયક અને સુંદર પણ છે.

1712
પૃથ્વી પર આવવાં દેવો પણ જંખે છે

જ્યાં દેવો પણ જન્મ લેવા માટે તરસે છે ત્યાં માણસો એ મનુષ્ય ભવનું મહત્વ સમજી નથી શકતા અને પોતાની જીંદગી બગાડી નાખે છે. દરેકની દુનિયા અલગ હોઈ છે. ક્યાંય સંબંધો એટલાં મીઠા હોઈ છે કે કોઈને કહેવાપણું પણ રહેતું નથી, અને ક્યાંય સંબંધો તો ખાલી નામનાં જ માત્ર ફોર્માલીટી માટે હોઈ છે. ફોર્માલીટી વાળા એ સબંધોમાં ક્યારે બગડી જાય એ કઈ નક્કી હોતું નથી.

એક નાનકડાં ગામડામાં, એક કુટુંબ રહેતું હતું. કુટુંબમાં એક પતિ-પત્ની, બે બાળકો અને ઘરડી માં રહેતી હતી. પતિનું નામ મહેશ અને પત્નીનું નામ રેખા હતું. મહેશ સ્વભાવે થોડોક ચીકણો અને ગુસ્સાવાળો હતો. પત્ની રેખા પણ સ્વભાવે ખુબ જ ગુસ્સાવાળી, એકલ્સુળી અને પરિવારમાં ભળી જાય એવી ન હતી. પણ મહેશને એ બાબતોમાં ચાલતું એટલા માટે કોઈ પ્રશ્નની વાત ન હતી.

મહેશ અને રેખાનાં બે બાળકો અર્પિત અને ઉમંગ હતાં, અર્પિત ૧૫ વર્ષનો અને ઉમંગ ૧૩ વર્ષનો હતો. મહેશ અને રેખા એના બાળકોને કૈક વધારે જ પ્રેમ કરતાં, એટલો કે બાળકો એમના પર હાથ પણ ઉપાડી દેતા. બાળકો ગામડાની ધૂળમાં જ મોટા થયા હતાં અને આખો દાળો ગામમાં રખડતાં-રજળતા રેતા. ટુકમાં, ૧૫ અને ૧૩ વર્ષની નાની ઉમરે છોકરાવ કયામાં ન હતાં. છોકરાવ તો શું . . પતિ અને પત્ની પણ એકબીજાના કયામાં ન હતાં.

Reasons-couples-fight
ક્રોધ માણસને માત્ર વિનાશ તરફ લઇ જાય છે

મહેશની પત્ની રેખા ખુબજ સ્વાર્થી અને ક્રોધી હતી. સામે મહેશ પણ કઈ ઓછો ન હતો, દરેક બાબતમાં ચીકણો હતો. બંનેના સ્વભાવ અને વર્તનના કારણે, સવાર પડી નથી ને ઘરમાં ડેકારો થઇ જતો, કઈને કઈ મુદ્દે બંને જગડવા લાગતા. એમના છોકરાવોના બગડવામાં એના માતાપિતા નો પણ સરખો હાથ હતો. વડીલો બંનેને સમજાવવા જતાં પણ એને પણ જેમ તેમ જવાબ આપી દેતાં. ઘણાં પ્રયાસો બાદ વડીલોએ પણ આખરે એમનાં ઘરે જવાનું પડતું મુક્યું. એવાકમાં જ એમની માતા, વિજયાબેન સ્વર્ગ સીધાર્યા. હવે બંને પતિ-પત્ની અને એના બાળકો એકલા થઇ ગયા. ચારેય જણા જેને જેમ ફાવે તેમ કરે, કોઈ જાતનું માન-મર્યાદા-જવાબદારીનું ભાન ના હતું. ઉલટાના ખુલ્લા સાંઢ બ  ની ગયા.

અચાનક પડતીના દિવસો ચાલું થયા. મહેશને અનાજ કરીયાણાની એક નાનકડી દુકાન હતી, દુકાનનો વ્યાપાર તુટવા લાગ્યો. ગ્રાહક ઘટવા લાગ્યા. ગામમાં ઉધારી વધી ગય,લેણદારો વધી ગયા. પત્નીનો જરા પણ સાથ ન હતો. ઉલટું રોજ બાજવાનું વધતું ગયું. મહેશની આવક ઓછી થતાં એ પોતાનો ગુસ્સો પત્ની પર કાઢતો, પત્ની સ્વભાવે જ ગુસ્સાવાળી અને જીદ્દી હતી એટલે એ આખું ઘર માથે લેતી. આ હવે રોજ બરોજનું થય ગયું.

એક સારાં સગાએ છોકરાંવને હોસ્ટેલમાં મુકવાની સલાહ આપી અને માતાપિતા એટલેકે મહેશ-રેખા ને મનાવ્યાં. મહેશ અને રેખા એ અર્પિતને હોસ્ટેલમાં મુકવાનું નક્કી કર્યું અને નજીકના સહેરની હોસ્ટેલમાં દાખલ કરી આવ્યાં.અર્પિતની લાઈફ હવે કાક સારી બનશે એવું કહી શકાય, નહીંતર રોજ-બરોજના આ ભયંકર કંકાસમાં એની પણ લાઈફ બરબાદ જ થાત.

મહેશની દુકાન ચાલતી ન હતી, વળી તે કઈ જાજુ ભણેલો પણ ના હતો. ભણેલો હોત તો હજુ ક્યાંક નોકરી કરી શકત. રેખા પણ અભણ હતી અને ઉપરથી ઘર કામમાં કરવું એને ગમતું નહી. પતિની ગેરહાજરીમાં ઘરકામ કરવાને બદલે આજુબાજુના ઘરમાં જઈને પોતાની બડાઈની કથાઓ સંભળાવતી. ‘પાઈની પેદાસ નઈ ને ઘડીની ફુરસત નઈ’

હવેતો વાત મારામારી સુધી પહોચી ગઈ. ઘરમાં બંને એવા બાજતા કે આખું ગામ ભેગું થય જતું. લોકો શાંત પાડવા જાય તો તેને પણ ગાળો સાંભળવી પડે. કોઈની મર્યાદા વગર બંને લોકો એકબીજા ના મરેલા માતાપિતાને પણ મુકતા નહી. તું આવો ને તું આવી, બસ પછી તો એવો કંકાસ ચાલુ થતો કે ના પૂછો વાત. કંકાસ વધતો ગયો, મારપીટ વધતી ગય, મહેશ અને રેખા એ એકબીજાની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કરી. અને ખુબજ ખરાબ હાલત પર બંને જણા આવી ગયા. એકબીજાનું મોઢું જોવા પણ તૈયાર ન હતાં. મોઢું જોઇને જ જગડો ચાલું કરી દેતાં. અચાનક મહેશ પોતાનો મગજ પરનો કંટ્રોલ ખોઈ બેઠો, તે ગાંડો થય ગયો. પત્નીને હજુ પણ દયા ના આવી. પતિની સંભાળ રાખવાને બદલે હવે તો તે એમનો ખાર ઉતારી પતિને મારવા માંડી. ‘અહીના કર્યા અહીજ ભોવવાના’

કપરી પરિસ્થિતિમાં એકબીજાના કંકાસમાં જ એઓનું બધુંજ ખતમ થય ગયું. આગળનું જીવન તો જીવી લેશે પણ હવે આવા જીવનનું શું કામ ? બંનેને એના સ્વભાવ, ક્રુરતા, વર્તન, વાણી, અવિનય, બાહ્ય મોભા, બડાઈ, દેખા-દેખીનાં કારણે ઉભા થયેલા કંકાસે વ્યસની બનાવી દીધા હતાં. હવે ઈચ્છે તો પણ જગડો ખતમ થઇ શકે તેમ ન હતો. ‘પાકા ઘડે કાઠા નાં જ ચડે’

જીવતે જીવત આ પૃથ્વીને નરક બનાવાનું કામ એમનાથી થય ગયું. દેવો પણ પોતાનાં ભોગ-વિલાસ છોડીને પૃથ્વી પર માણસ બનવાની ઈચ્છા ધરાવે છે ત્યારે માણસ આ સમજી સકતો નથી અને પૃથ્વી પર જ કજિયા-કંકાસનાં રૂપમાં નરક બનાવી નાખે છે.

2015-04-24-1429915964-7141008-happy

રહેતાં આવડી જાય તો આ ધરતી જ સ્વર્ગ છે, નહીંતર નરક કરતાં પણ બત્તર છે.

Advertisements