સમય. . . સૌથી મોટો ખિલાડી

Time-Tracking-Software

દુનિયામાં ખેલાડીઓ તો ઘણાં થઇ ગયાં પણ સૌથી મોટો ખિલાડી સમય છે. સમયનો સાથ હોઈ તો આગનો દરિયો પણ ખુબજ સરળતાથી પાર થઇ જાય નહિ તો પાણીનું ખાબોચિયું પણ પાર કરવામાં ઓબા આવી જાય. માણસ મહેનત અને પુરુસાર્થ દ્વારા બને તેટલાં બધા પ્રયત્નો કરે, પણ જો સમય એનો સાથ ના આપે તો અંતે કઈ હાથે લાગતું નથી, આ વાત સૌ કબુલ કરશે. તમે ઘણા લોકોને બોલતા કે કહેતા, જોયા કે સાંભળ્યાં હશે કે “આપણો સમય ખરાબ ચાલે છે”,કે “આપણો સમય તો કોણ જાણે ક્યારે આવશે”, કે “સમયનો સાથ ના હતો તેથી આવું થયું”, કે “સમય સમયની વાત છે”. તમે સમયને જે રીતે રાખસો, સમય પણ તમને એવી જ રીતે રાખશે.

સમય માણસને જીવતાં અને મરતાં બંને શીખવી દે છે. જે માણસ સમયની કિંમત કરે છે, સમય પણ એની કિંમત બખૂબી કરે છે. વળી, સાવ એવું જ છે એવું પણ નથી. તમે એવા લોકોને પણ જોયા હશે કે ના તો સમયની કઈ કિંમત કરતો હોઈ, ના કઈ આવડત હોઈ, છતાં પણ સમય એના પર પૂરી સિદ્દતથી મહેરબાન હોઈ છે. આવું કઈ રીતે હોઈ શકે? જે માણસને સમયની કિંમત કરવાનું તો ઠીક પણ કઈ આવડત પણ નથી છતાં પણ જલસે-જલસા ભોગવી રહ્યો છે. એનો જવાબ છે એને કરેલું પુણ્યકર્મ. ક્યારેક કઈક સારું કાર્ય કરીને, ઉલ્લાસની ભાવના ભાવિને જોરદાર પુણ્ય કમાઈ લીધું હશે. જેથી આજે પુણ્ય-કર્મના ઉદયથી બધા ભોગ વિલાસ ભોગવી રહ્યો છે. પણ હા, પુણ્યકર્મ જયારે ખૂટશે ત્યારે એ જ વ્યક્તિ સમયને વાગોવશે અને પોતે કઈ કર્યું જ નથી એ હકીકતને ક્યારેય કબુલ નહિ કરે.

સમય બદલાતાં માણસની માનસિકતા પણ બદલાઈ જાય છે. સામાન્ય રીતે ખરાબ સમય આવ્યે માણસ સમજીને ચાલે છે પણ સારો સમય આવ્યે એ જ માણસ છાતી ફુલાવી કડકાઈથી વર્તે છે. એનાથી નબળાં કે ઓછા પૈસા વાળા માણસને ઓળખતો હોવા છતાં અજાણ્યો હોઈ એમ વર્તે છે. જો સમયની કદર કરી પોતાને મળેલું સુખ કે વૈભવ પચાવી લે તે માણસ ક્યારેય દુઃખી થતો નથી, અને એ જ  સાચો ખિલાડી.

સમય સૌનો બાપ છે. ભલભલા સમય આગળ વિટાઈ જાય છે. મૂછે તાવ દેનારા પણ સમયને સલામ કરતાં શીખી જાય છે. બડાઈની કથાઓ કરનારા પણ સમય આવ્યે નીચી મુંડીએ ચાલવા મજબુર બની જાય છે. અરરે મહાન ધર્માત્મા, શિવભક્ત અને અનેક વરદાનોથી શક્તિશાળી બનેલો રાવણ પણ પોતાનો સમય બદલાતાં એક વાનરરૂપ બાલ-હનુમાનથી ડરીને હનુમાનને કઈ રીતે સુખડે સુવડાવું એની ચિંતામાં વ્યસ્ત બની ગયો હતો. રાવણને એની અપાર શિવભક્તિનાં બદલામાં અનેક વરદાનો મળેલા હતાં પરંતુ એના રાક્ષસી કાર્યો અને પરસ્ત્રીની મોહ-માયાને કારણે એનો આટલો ખરાબ અંત થયો. અંતે સમયની જ જીત.

જયારે સમય ખરાબ ચાલતો હોઈ ત્યારે સખત મહેનત અને પરોપકારનાં કાર્યો કરવાં. સમય પણ પરિવર્તનને માન આપે છે. સમય બદલાશે, જરુર બદલશે. દુઃખના દિવસો જાશે અને સુખની ડાળીઓ ખીલશે. આજે અંધારું છે તો કાલે અજવાળું થશે જ. જરુર છે તો માત્ર પુરુસાર્થ અને ઉચ્ચ વિચારધારાની. સમયથી ઉચું કોઈ નથી.

  • કહ્યું મેં સમયને કે સમય તું છે મારો દોસ્ત, તો સમય પણ કહે હા હું છું તારો દોસ્ત.
  • કહ્યું મેં સમયને નથી કરવું કામ, જવાબ આપ્યો મને સમયે કે ના કરતો ભવિષ્યમાં મને બદનામ.
  • કરીમે ઉપેક્ષા સમયની અને કહ્યું સમય નથી આપતો મારો સાથ, સમયે કહ્યું એ તો તું એમ માને છે, બાકી તો તું નથી આપતો મારો સાથ.

માટે જ સમયને દોષ દેવા કરતાં એને માન આપી, કદર કરી હંમેશા સમયની સાથે ચાલવું જ હિતાવહ છે. જો સમયની સાથે નહિ ચાલો તો સમય પણ તમારી સાથે નહિ ચાલે.

Advertisements