માતાપિતા બાળકોના શિક્ષક બનો સાહેબ નહી

માતાપિતા બાળકોના શિક્ષક બનો બોસ(સાહેબ) નહી

 • એક સાચો શિક્ષક એમનાં વિદ્યાર્થીને સાચો રસ્તો બતાવે છે પણ એ રસ્તા પર સાચી રીતે ચાલવાનું અને રસ્તો કઈ રીતે પાર કરવો એ કામ એક વિદ્યાર્થીનું હોય છે.
 • એક બોસ(સાહેબ) હંમેશા એક જ રસ્તો બતાવે છે જેની પર દરેક નોકરે(ઈમ્પ્લોયીએ) ચાલવું પડે છે.

આડી અવળી કૈજ વાત ના કરતાં સીધો પોઈન્ટ પર આવીને વાત કરું છું.

માતાપિતા અને બાળકોનો સબંધ એક એવો સબંધ છે જે દુનિયામાં બીજે ક્યાંય જોવા મળતો નથી. જન્મદાતા મા-બાપ પોતાનાં બાળકોને ખુબ જ પ્રેમ આપે છે, ખુબ જ વ્હાલ કરે છે, દુનિયાની દરેક વસ્તુ એમનાં બાળકને મળે એવી હંમેશા કોશિસ કરે છે. પોતાનાં બાળક માટે પોતે ભૂખ્યાં રહે છે અને એમને ખવડાવે છે. અગણિત ઉપકારો છે જેમનાં એવાં મા-બાપ અને એમનાં આવાં અનહદ પ્રેમની જંખના તો દરેક ભગવાનને પણ રહી હતી.

 • દરેક બાળકોએ(છોકરાવે) એમનાં મા-બાપનું કહ્યું માનવું જોઈએ, એ કિયે તેમ કરવું જોઈએ, એમની ખુબજ સેવા કરવી જોઈએ, શ્રવણની જેમ આખી દુનિયા ફેરવી નાં શકો તો વાંધો નહી પણ રાત્રે ઘરે આવીને એમનાં ચહેરાની રોનક પાછી લાવવી જોઈએ, મા-બાપનાં બધા જ ઉપકારોને હંમેશા યાદ રાખી હંમેશા એમની સેવામાં ખડે પગે ઉભું રહી એમના અનેક ઉપકારોને ચૂકવવાનો પ્રયાસ કરવો જોઈએ . . ખુદને મિટાવી મા-બાપની સેવા કરવાં દરેક છોકરાવે હંમેશા તત્પર રહેવું જોઈએ. શાસ્ત્રો માંતો કહ્યું છે કે ખુદની ચામડીનાં જોડા(ચપ્પલ) બનાવી મા-બાપને પેરાવા જોઈએ.

પરંતુ . . . એક વાતનો અહિયાં હું અસ્વીકાર કરવાં ઈચ્છું છું

 • મા-બાપ જયારે પોતાનાં બાળકને જન્મ આપે છે ત્યારે હંમેશને માટે મનમાં એવો સ્વાર્થ હોય છે કે આ બાળક અમે ઘરડાં થાશું ત્યારે અમને સાચવી લેશે, જે રીતે અમે બાળકને સાચવ્યું એવી રીતે એ પણ અમને સાચવી લેશે. અને હું કહું છું કે એ સ્વાર્થ હોવો જ જોઈએ. આખી જીંદગી જેનાં માટે વેડફી નાખી એ મા-બાપને શું આટલો સ્વાર્થ નાં હોઈ શકે કે અમારું બાળક અમને વૃધાવ્સ્થામાં સાચવે? હું એમ નથી કહેતો કે આ એક કોન્ટ્રાક્ટ જેવું છે. “અમે તને આખી જીંદગી આપી છે હવે તું મને આખી જીંદગી સાચવ.”

કહેવાની વાત એ છે કે, જયારે બાળકોએ માતાપિતાની બધી જ એવી અમુક વાતો સમજવાની જરૂર છે ત્યારે દરેક મા-બાપે પણ બાળકોની અમુક વાતો સમજવાની અને સ્વીકારવાની જરૂર છે.

 • જે બાળકને જન્મ આપ્યો છે એ બાળકને પણ પોતાનાં કૈક વિચારો અને ઈચ્છાઓ છે.
 • બાળકોની ઈચ્છાઓ અને એમનાં વિચારોને દબાવવા કરતાં એમને અમુક પોતાની છૂટ આપો.

આપડી આસપાસ એક એવો માહોલ બનાવી દેવાયો છે કે જો તમે કૈક પણ વિરુધ કર્યું(ખોટું કર્યું નહી ખાલી વિરુધ કર્યું) તો આ આખી દુનિયા માથે ચડીને ભારતનાટ્યમ કરવાં લાગશે અને દરેક જગ્યાએ સાલા ઘેટાવ તમને તિરસ્કારની નજરે જોવા લાગશે. બુદ્ધીવાળા માણસોની અબુધ દુનિયા.

અત્યારનાં છોકરાવ એવું ઈચ્છે છે કે પોતાની જિંદગીને એ પોતે જ કંટ્રોલ કરે.

જોવા જઈએ તો એમાં પણ કઈ ખોટું નથી. જાતે શીખશે તો વધારે સારી રીતે લાઇફમાં આગળ વધશે. હા, ખોટા માર્ગે હોઈને સાચો માર્ગ બતાવો એ જરૂરી છે. પણ અનુભવ અને જાત મહેનત એ જિંદગીમાનું સૌથી મોટું જ્ઞાન છે.

જયારે કોઈ મા-બાપ પોતાનાં છોકરાવને રોક-ટોક કરે છે કે વારંવાર એકની એક વાત કીધાં કરે છે ત્યારે કૈક આવો માહોલ સર્જાય છે. . .

how_to_deal_with_shout

બધાજ મા-બાપને શ્રવણ, રામ, સીતા જેવાં છોકરાવ જોઈએ છે પણ કેટલાં એવાં મા-બાપ બન્યાં કે જે આવાં છોકરાવને લાયક હોય? જો લાયક હોત તો ફરીથી શ્રીરામ અને શ્રીકૃષ્ણ ધરતી પર આવી નાં જાત? એ પણ કેદુના કોઈક એવાં મા-બાપ ગોતે છે જેનાં કુખે આવી શકે.

 • એક વસ્તુ હંમેશા જોઈ છે કે જયારે કોઈ મા-બાપનાં છોકરાવ એમનું માનતાં નાં હોઈ, આડે રવાડે હોઈ, ગમે તેમ કરતાં હોઈ ત્યારે આખું ઘર એમને સમજાવા જાય છે પણ જયારે છોકરાવને કૈક કરવું છે, એમની કૈક સારી ઈચ્છા છે, એ કૈક મેળવવા ઈચ્છે છે, એમને પોતાની જીંદગી વિષે વિચારવું છે ત્યારે લાગણીઓ અને અનેક પ્રકારે અવરોધક બનતાં મા-બાપને સમજાવા કેટલાં જણા જાય છે? ? ?
 • કેવી દોગલી દુનિયામાં જીવી રહ્યાં છીએ? જ્યાં આપડે મોકળાશથી આપણા જ હક વિષે આપડા મા-બાપને પણ કહી નથી શકતાં. આમાં કઈ જાતનો વિકાસ થાય? વિકાસ માણસનાં મનનો કરવાનો હોઈ છે, જો મનનો વિકાસ થાય તો આ મટીરીયલીસ્ટીક વિકાસ તો આખરે થવાનો જ છે.
 • કહેવાની વાત એ જ છે કે જયારે કોઈ છોકરાવ પોતાની જીંદગી, ભવિષ્ય કે કરિયર બાબતે ચિંતિત હોય અને આગળ કઈ કરવાં ઈચ્છતા હોઈ તો મહેરબાની કરીને કોઈ મા-બાપ એમને લાગણીવશ કરી રોકશો નહી. કેમકે ઘેટાવની ભીડમાં માંડ કોઈકને આવી સુજ હોઈ છે અને જો એ પણ અટકી જશે તો આગળનું ભાવી શું હશે એ કોઈ જાણતું નથી.

જયારે કોઈ મા-બાપ પોતાનાં બાળકને આદર સહકાર સાથે એમની બધી જ ઈચ્છાઓને સ્વીકાર્ય બાદ કોઈ બાબતે વાત કરે છે ત્યારે કૈક આવો માહોલ બને છે . . .

86524740

તો શા માટે મા-બાપ એમનાં છોકરાવને કંટ્રોલમાં રાખવાં ઈચ્છે છે? શા માટે કોઈ એમની ઈચ્છાઓને સમ્માન નથી. . .શું બધા જ મા-બાપ કોઈવાર બાળક હતાં જ નહી? શું આપડે એટલાં અશિક્ષિત છીએ કે એકબીજાને સમજાવી પણ નાં શકીએ?

લખવાનું મન તો ખુબ જ થાય છે પણ અહિયાં વાતને ટુંકાવી મનને આરામ આપું છું. ખોટું કે ખરાબ લાગ્યું હોય તો મિચ્છામી દુક્કડમ.

Advertisements

માતાપિતા બાળકોનાં મિત્ર બનો સલાહકાર નહિ

child-garden

માતાપિતા અને બાળકનો સંબંધ એ બગીચામાં ઉગેલા ફૂલો અને એ ફૂલો ઉગાવી એની દેખરેખ રાખતાં માળી સમાન છે. માળી જેટલું પાણી પીવડાવશે, જેવી દેખરેખ રાખશે, જેવી રીતે ફૂલો સાથે વર્તશે, ફૂલોનો વિકાસ પણ એવો જ થશે.

માળી જો ફૂલને પોતાનાં હાથમાં દબાવશે તો ફૂલ પણ છુંદાઈ જશે, ભલેને પછી એ ફૂલની રક્ષા માટે જ હોઈ. ફૂલોને જો પોતાનાં જ હાથમાં રાખશે તો પણ એ મુર્જય જશે, એમ જ માતાપિતા અને એમનાં બાળકોનો સંબંધ કૈક આવો જ છે.

ખોટા માર્ગે ચાલનાર કોઈ બાળક કે વ્યક્તિને સાચો માર્ગ દર્શાવવો એ આપડી નૈતિક ફરજ છે. પણ સાચો માર્ગ કઈ રીતે દર્શાવવો એ પણ એક કળા છે. સામાન્ય રીતે માતાપિતા એમના બાળકોને, જે બાળકો અવળા માર્ગે હોઈ કે લાઈફનું મહત્વ સમજતાં ના હોઈ, કે બીજાં કોઈ પણ કારણોસર, સમજાવવા કે શીખ આપવાં માટે એને સ્પ્રિંગની માફક દબાવતાં હોઈ છે. હા, સાચા માર્ગે બાળકને લઇ જવું એ બરાબર પણ જો સ્પ્રીંગની માફક દબાવવામાં આવશે તો બાળકો કદી પણ સમજશે નહિ. ઉપરાંત, માતાપિતા તરફનું એમનું વલણ બદલાઈ જશે. માતાપિતા એમનાં દુશ્મન છે એવું સમજવા લાગશે. અને આમ પણ ક્યાંક તો ખોટું છે જ ને! સમજાવવું જરૂરી છે પણ દબાવવું નહિ.

અમૂક ઘરોમાં તો સલમાન ખાનનો ફેમસ ડાઇલોગ ખુબજ પાલન થાઈ છે. . . .

 • “ એકવાર જે મેં કહી દીધું તે બસ કહી દીધું”

એકવાર મમ્મી અથવા પપ્પા એ કાઈ કહ્યું તો બસ સમજીલો પથ્થરની લકીર, એમાં કોઈ એ ચેન્જની આશા રાખવાની નહિ. ઉદાહરણ તરીકે, એકલું બારે ફરવા નહિ જવાનું, મિત્રો સાથે જવું હોઈ ત્યારે મમ્મી-પપ્પા બંનેની અનુમતી લઈને જવાનું, વળી એ અનુમતી આપવા માટે પૂછવામાં આવતાં સવાલો જે સી.એ.ની પરીક્ષા કરતાં પણ વધારે અઘરાં હોઈ છે એના બરાબર સાચા જવાબ આપીને જવાનાં, રાત્રે ૯ વાગ્યાં પહેલા ઘરમાં આવી જવાનું, મિત્રો સાથે જતાં હોઈ તો એ બધાં મિત્રોના ફોન નંબર-એડ્રેસ-એમનાં માતાપિતાનાં નામ એ બધી વિગતો સબમિટ કરાવાની, એ મિત્રોમાં કોઈ છોકરો/છોકરી એટલે કે વિજાતીય પાત્ર ના હોવું જોઈએ, બહાર જતી વખતે કેપ્રી કે એવું કઈ પહેરીને નહિ જવાનું, રાત્રે ૯ વાગ્યા બાદ મોબાઈલમાં ચેટ કે વાતો નહિ કરવાની. . . ઓહ્હ માઈ ગોડ. તમને આટલા બધા નિયમો વાંચીને જ કંટાળો આવી ગયો હશે. વિચારો જેઓ નિયમોમાં રહેતા હશે એનું શું થતું હશે?

poppb8wwwk

કૈક આવી જ હાલત થતી હશે ને. . .!!!

હા, અમૂક અંશે નિયમો બનાવવાં અને બાળકોને કંટ્રોલમાં રાખવા એ જરૂરી છે, એમાં કોઈ જાતનો સંદેહ નથી, અને નિયમો વગરનું તંત્ર ચાલે જ નહિ તે પણ બરાબર, અને જો નિયમો નહિ હોઈ તો ‘મેરી બિલ્લી મુજે મ્યાવ’ એ પણ બરાબર.

પણ છતાંય છોકરાવની પરીસ્થિતિ સમજવી એ અત્યંત જરૂરી છે. . .

 • આજનાં ૨૧મિ સદીનાં છોકરાવ ઉમરની પહેલા જ મેચ્યોર થવા લાગે છે અને એ એવું ઈચ્છે છે કે પોતાની જિંદગીને એ પોતે જ કંટ્રોલ કરે. જોવા જઈએ તો એમાં પણ કઈ ખોટું નથી. જાતે શીખશે તો વધારે સારી રીતે લાઇફમાં આગળ વધશે. હા, ખોટા માર્ગે હોઈને સાચો માર્ગ બતાવો એ જરૂરી છે. પણ અનુભવ અને જાત મહેનત એ જિંદગીમાનું સૌથી મોટું જ્ઞાન છે. અને એટલે જ કોઈએ કહ્યું છે કે જ્યાં ના પહોચે કવિ ત્યાં પહોચે અનુભવી.

નિયમો પણ એક લીમીટમાં હોઈ તો જ  સારા લાગે અને તો જ બાળકો પાલન પણ કરે.

વધારે પડતાં નિયમો જોઈને છોકરાવ પેલાથી જ કંટાળી ગયાં હોઈ છે ઉપરાંત લાઈફમાં કઈ ખરાબ કે ખોટું થાઈ ત્યારે પછી મોટો ધડાકો જ થાઈ. માતાપિતા એ નિયમો જરુર બનાવવાં જોઈએ, પણ છોકરાવ અને એનું વર્તન, સ્વભાવ, ટેવ, માહોલ, સ્થિતિ અને એનું વાતાવરણ જોઈ, સમજી અને અનુભવીને બનાવવાં જોઈએ

વળી, ઘણાં ઘરમાં તો એવો માહોલ હોઈ છે કે છોકરાવ એની પ્રોબ્લેમ્સ પોતાનાં માતાપિતાને કહી પણ નથી શકતા, માતાપિતા એમનાં છોકરાવના પ્રથમ મિત્ર હોવાં જોઈએ પણ સમયનાં અભાવે કે પછી જે કઈ અન્ય કારણોસર આવો માહોલ બને છે જે છોકરાવ અને એમના ફ્યુચર માટે સારું નથી.

માતાપિતા છોકરાવનાં મિત્રો છે એ રીતે વર્તે તો ક્યારેય પ્રોબ્લેમ્સ આવાની કોઈ શક્યતા જ નથી અને પ્રોબ્લેમ્સ આવે ત્યારે માતાપિતા એમનાં મિત્ર તરીકે સાથે હોઈ તો છોકરાંવને ક્યાંથી આંચ પણ આવી શકે?

સ્પ્રિંગ જેટલી દબાવશો એટલી જ ઉચે જઈને ઉછળશે અને ડબલ ગતિએ ઉછળશે. માટે હવે સ્પ્રીન્ગને દબાવા કરતાં એક રીફિલની માફક મિત્ર બની બોલપેનને સાચી રીતે લખતાં શીખવવું. સ્પ્રિંગ એટલે છોકરાવ, રીફીલ એટલે માતાપિતા-મિત્ર સમાન, અને બોલપેન એટલે છોકરાવની લાઈફ.

9002219-Happy-parents-holding-children-on-their-back-Stock-Photo-parents-teenagers

માતાપિતા મિત્ર બની વર્તવા લાગશે તો છોકરાઓ ક્યારેય એની લાઇફમાં પાછા નહિ પડે, હંમેશા એનું રીસલ્ટ શ્રેષ્ઠ જ આવશે. માટે, રીફીલે સ્પ્રીંગને મિત્ર સમાન ગણી એની સાથે મિત્રતાં રહે એવો માહોલ બનાવવો જોઈએ. પછી જુઓ, સ્પ્રિંગ(બાળકો) અને રીફિલ(માતાપિતા મિત્ર સમાન) ની આ મિત્રતાં દુનિયાને શું આપી શકે છે.