આ પપ્પુઓનું ભગવાન ભલું કરે, બીજું તો શું !

બીજાના સર્જન પર ક્યારેય શકની નજરથી ન જોતા. જયારે બીજાને તમે તમારાથી કે બીજાં લોકોથી ઓછા આંકો છો, ત્યારે એ વ્યક્તિ વધારે બળવાન બની જાય છે અને એ જ સાબિત કરે છે કે વધારે ચડિયાતું તો એ જ છે.

ઘણાં લોકો જાણતા કે અજાણતાં, અજાણતાં ઠીક એમ માનીએ, બીજાનાં વખાણ કે વાહવાહી કે સારું કાર્ય કે આવડત કે હોશિયારી સારી નજરે ન જોઈ શકતાં હોવાથી એની ખોટી રીતે કે ખરાબ આલોચના કરતાં હોઈ છે. ‘એમાં શું હવે, એવું તો કોઈ પણ કરી શકે!’ આવાં શબ્દો આ પપ્પુઓ અથવા મહાબુદ્ધીશાળીઓનાં (અહી મહાબુદ્ધીશાળી અને પપ્પુ એ પ્રકારના ઈર્ષાળુ લોકો માટે વાપર્યો છે) ડાચે સાંભળ્યાં હશે.

આ જાતનાં પપ્પુ લોકો સામે તમે વળી ગમે તેટલી કોશિસ કરો એ તમને જીતવા ન જ દીએ, લપ કરવામાં અને પોતાની બડાઈ કરવામાં. ત્યારે એમ માની લઈએ કે રાખ્યું એ રાખ થયું અને આપ્યું એ આપણું થયું, મતલબ અહિયાં લપ ન કરી એટલે કે આપ્યું(જીત આપી,બીજાને) એ આપણી જીત થઇ અને પપ્પુઓએ બડાઈ કરી, અવખોળી, ઈર્ષા કરી પોતાની પાસે જે રાખ્યું એ રાખ થયું.

આ પપ્પુઓનું ભગવાન ભલું કરે, બીજું તો શું !

Advertisements

‘ઉપરવાલે કે ઘેર દેર હે પર અંધેર નહિ’

એક વાત આવી પણ બની, જ્યાં પોતાનાં પરિવાર અને દીકરીની આબરૂ બચાવવાંની કોશિસ કરવાં બદલ એ બચાવનારને પણ દંડ મળ્યો.

દેશની વ્યવસ્થા જાળવી રાખવા માટેનાં પાયા સ્વરૂપ સ્થંભો એટલે કે પાર્લામેન્ટ, પોલીસ સેવા અને કોર્ટ. આખાં દેશમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને કોઈ પણ નાગરિકને હાલાકીનો સામનો ન કરવો પડે એ માટે સરકાર દ્વારા પોલીસ અને કોર્ટની રચના કરાઈ છે.

કોઈ વ્યક્તિ(નાગરિક), કોઈ પણ જાતનો ગુનોહ કરે અને ગુનોહ કરતાં પકડાય જાય તો એને કોર્ટ દ્વારા સજા કરવામાં આવે છે. ઉપરાંત કોઈ પણ વ્યક્તિ જો કાયદો પોતાનાં હાથમાં લઇ બીજાને સજા આપવાનો પ્રયાસ કરે તો પણ તેને સજા આપવામાં આવે જ છે. વળી આ બંને વાત સાવ સાચી તો નથી જ એ આપણે સૌ જાણીએ છીએ. છતાંય ભગવાન પર ભરોસો રાખવાં અને હિંમત નહી હારવાની એવું જ આપણને શીખવ્યું છે જે કરીશું.

એક સજ્જનનાં ઘર પાસે દરરોજ અમૂક અસામાજિક તત્વો ભેગા થઈને, એ સજ્જન અને એના પરિવારજનોને હેરાન કરતા. આવું ઘણા દિવસોથી ચાલતું હતું. સજ્જન ધાર્મીક્વૃતી ધરાવતો હતો, અસામાજિક તત્વો નો આ અસહ્ય ત્રાસ એ સહન કરતો. પરંતુ એક દિવસે તો હદ પાર થઇ, સજ્જનની ૨૨ વર્ષની યુવાન દીકરી પણ એ તત્વોનો શિકાર થઇ. સજ્જનથી આ સહન થઇ શક્યું નહિ, પોતાનાં ઘરની બહાર નીકળીને, બહાર ટોળું જમાવી બેઠેલા અસામાજિક તત્વો માંથી એક વ્યક્તિને જોરથી ધક્કો માર્યો, ધક્કો મરતાજ તે વ્યક્તિ થાંભલા સાથે ભટકાયો અને એ જ સમયે એનું માથું ફૂટી ગયું.

પોલીસ આવી, કોર્ટમાં કેસ ચાલ્યો, બંને પક્ષનાં વકીલોની દલીલો સાંભળવામાં આવી, અસામાજિક તત્વોને સજ્જનના ઘર પરિવાર તેમજ એની દીકરીને હેરાન કરવા બદલ આરોપી માનીને સજા કરવામાં આવી. સજ્જનને આટલા સમય સુધી ભોગવવી પડેલી હાલાકી કોર્ટે માન્ય રાખી, પરંતુ કાયદો હાથમાં લેવા બદલ એને પણ સજા ફટકારવામાં આવી. એનો અર્થ એમ કે જો કોઈ વ્યક્તિ(નાગરિક) કોર્ટ કે સરકારની વ્યવસ્થામાં દખલ કરે તો એ નાગરિકને પણ સજા ફટકારવામાં આવે છે.

આખા વિશ્વનું તંત્ર પણ કુદરતની સરકાર ચલાવે છે. બધા જ જીવો, આ કુદરતની સરકારનાં પ્રજાજનો છે. જો કોઈ જીવ બીજા જીવમાત્રને હેરાન કરે, ત્રસ્ત કરે, ગાળો આપે, કોઈ પણ પ્રકારે ગુનો કરે તો તેને પણ કર્મસત્તા (કુદરતની કોર્ટ એટલે કર્મસત્તા) દ્વારા સજા આપવામાં આવે છે. પણ  જો કોઈ જીવ પોતાને થતી હેરાનગતિ બદલ બીજાને સજા આપવા બેસી જાય તો તેને પણ કાયદો હાથમાં લેવા બદલ કર્મસત્તા દ્વારા સજા આપવામાં આવે છે.

                ફરક માત્ર એટલોજ છે કે સરકારની કોર્ટ એ બધાને દેખાય છે અને કુદરતની કોર્ટ-કર્મસત્તા એ માત્ર સમય આવ્યે અનુભવાય છે.

બીજાએ ગુજારેલી હાલાકીનો બદલો લેવા માટે આપડે પણ એના જેવું જ વર્તન કરવું અને કર્મો બાંધવા, વળી કર્મસત્તાનો કાયદો-વ્યવસ્થા હાથમાં લેવા બદલ સજા ભોગવવી, એ તો બુદ્ધિ વાળું કાર્ય ના જ કહેવાય, બની શકે કે અહીની કોર્ટમાંથી ક્લીનચિટ મળી જાય પરંતુ કર્મસત્તા આગળ તો કઈ ચાલતું જ નથી. કર્મસત્તા પણ કાયદો હાથમાં લેવા બદલ સજા ફટકારે એના કરતાં તો સારું એ જ કે કર્મસત્તાને એનું કામ કરવા દઈ.

માટે જયારે કોઈ દ્વારા હાલાકી આપવામાં આવતી હોઈ ત્યારે એને સજા આપવા બેસી રહેવા કરતાં ‘એ બિચારો અજ્ઞાન છે માટે ગુનો કરે છે, મારે એને સજા આપવાં બેસી રહેવું નથી’ એમ વિચારવું જોઈએ, નહીંતર કાયદો હાથમાં લેવા બદલ કર્મસત્તા મને પણ સજા ફટકારશે, ઈત્યાદી વિચારીને શાંત રહેવું જોઈએ, એમાં જ ભલાઈ છે.

જો જેવા સાથે તેવા, મારામારી, જગડાઓ વગેરે કરવાં ગયા તો એ કઈ કામનું નથી, અંતે તો બધુંજ નકામું છે. માટેજ કર્મસત્તા પર ભરોસો રાખી, એને પોતાનું કામ કરવા દેવું જોઈએ. કહેવાય છે ને કે ‘ઉપરવાલે કે ઘેર દેર હે પર અંધેર નહિ’.scales1