નારીશક્તિને ખુબ ખુબ સલામ . . .

આ લેખ એક એવી નારીને સમર્પિત છે જેણે પોતાની આખી જીંદગીમાં પોતાનો સુખ-દુઃખ(વધારે દુઃખ)થી સંકળાયેલો સંસાર ચલાવવા ઉપરાંત પોતાનાં પતિની સેવા તથા દીકરીનો એકલા હાથે, સિહણ બની, ઉછેર કર્યો છે.

 જોવા જઈએ તો, તમામ ગૃહિણીઓ પોતાનું ઘર અને પોતાનાં બાળકોની સાર-સંભાળ રાખતી જ હોઈ છે. તો આમાં વળી નવું શું છે? એ સવાલ તમારા મગજમાં ચાલી રહ્યો હશે! પણ નવું છે. સમય નવો છે, માહોલ નવો છે, દુનિયા નવી છે, લોકો નવા છે, લોકોનાં વર્તન-સ્વભાવ-વાણી નવી છે, એમ કહી જ શકો કે સાહેબ આખી દુનિયા જ નવી છે, પણ જયારે આખી દુનિયામાં બધું જ નવું છે ત્યારે નારીશક્તિ અને એમનાં બલિદાનો, અપાર વાત્સલ્ય અને ત્યાગની ભાવના એ આજે પણ જૂની જ છે, જે હંમેશાથી ચાલતી આવી છે, અને આ જ નવું છે. આ સમયમાં પણ એ જ ત્યાગ, બલિદાન, ખુમ્મારી, સહનશીલતાવાળી નારીશક્તિ હોઈ એ નવું છે અને એ સ્વીકારવું જ પડે.

રેખાબેન ચાલીસ વર્ષી, ન વૃદ્ધ કે ન યુવાન, ગામનાં નામચીન વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હતાં. ઘરમાં રેખાબેન પોતે, એમના પતિ મુકેશભાઈ તથા દીકરી મહેક રહેતા હતાં.

રેખાબેન અને મુકેશભાઈના લગ્નને અંદાજે પંદર વર્ષ થયા હશે. હાલનાં સમયની ઘરની પરીસ્થીતી અત્યંત નબળી હોવાથી રેખાબેન અને મુકેશભાઈ બંને સખત મહેનત કરતાં. કર્મની કઠણાઈ એ હતી કે બંને માંથી કોઈ જાજું ભણેલાં ન હતાં, જેથી કરીને ઘરની આવક પણ ખુબ જ ઓછી હતી. ઉપરથી દિકરી મહેક પણ/તો હજી પંદર વર્ષની જ હતી, દીકરી પર કામનો ભારો નાખી શકાય એમ હતું નહી અને નાંખવા ઈચ્છતા પણ ન હતાં. દીકરીને મોટી કરવા અને પોતાનું ઘર ચલાવવા, બંને પતિ-પત્ની તનતોડ મહેનત તો ઠીક,ગધેડા માફક મજુરી કરતાં. મુકેશભાઈને સામાન્ય એવી ત્રણ હાજર વાળી ગ્રેઇન માર્કેટમાં નોકરી હતી, હવે આટલાક પગારમાં ઘર ચાલે એમ ન હતું. પણ દીકરીને મોટી કરવી છે, એનાં લગ્ન પણ બાકી છે, ઘર તો ચલાવવું જ પડે ને! રેખાબેન પોતે પણ બહાર જઈ, કામ કરીને પૈસા કમાઈ, ઘર ચાલવાનો નિર્ણય કર્યો. પોતે જાજું કહી ભણેલાં ન હતાં પણ રસોઈ તથા અન્ય ઘર કામમાં ખુબ જ હોશિયાર હતાં. ભગવાન બધાને બધું જ નથી આપતો પણ બધાને એટલું તો આપે જ છે જેટલામાં એ ભૂખ્યો ન રહે. તેમણે આસપાસના ઘરોમાં જઈ લોકોને વાત કરી કે કોઈને ત્યાં રસોઈ કરવા માટે કોઈ બાઈની જરુર હોઈ તો ચોક્કસ મને જણાવજો. રેખાબેન પોતાનાં ઘરની પરીસ્થિતિ અને દીકરીના ભવિષ્યને લઇને, એના પતિ મુકેશભાઈ કરતાં કૈક વધારે ચિંતિત હતાં.

થોડાક દિવસ વીતી ગયાં, રેખાબેનને ક્યાંય કામ મળ્યું નહી, પરીસ્થીતી એ ની એ જ રહી અને મુકેશભાઈ તો રોજબરોજની જેમ નોકરીએ ચાલ્યા જતાં. અચાનક કર્મની કઠણાઈ વધી, દુબળી ગાઈને બે લાકડી વધારે એવી રીતે રેખાબેનના પરિવારમાં બીમારી-માંદગીનો માહોલ આવી ગયો. મુકેશભાઈને અચાનક જ પેરાલીસીસનો હુમલો આવ્યો અને બંને હાથ-પગ ખોટા થય ગયા, તે તદ્દન પથારી પર આવી ગયા. હવે ઘરમાં કમાનાર કોઈ ના હતું અને ઉપરથી હોસ્પિટલના ખર્ચા આવી ગયાં. રેખાબેન આ મુશ્કેલીમાંથી કેવી રીતે બહાર નીકળવું એ જ ચિંતા કરતાં હતાં, ત્યાંજ ભગવાનરૂપી એક સજ્જન દ્વારા મદદ મળી. મુકેશભાઇનાં દવાના બધાં જ ખર્ચાઓ એક સંસ્થા દ્વારા ચૂકવાઈ જશે એવી મદદ મળી. પણ ઘર કેમ ચલાવું એ ચિંતા હજુ ઉભી જ હતી. રેખાબેને, પતિ એટલેકે મુકેશભાઈ જે જગ્યા એ કામ કરતાં એમનાં શેઠ પાસેથી નાણાકીય સહાયની મદદ(ભીખ) મળે એવી વિનંતી સહ ‘આજીજી’ કરી. પણ એ શેઠે તો સહાયને બદલે એમજ જણાવી દીધું કે મુકેશભાઈ ને કઈ દેજો હવે આરામ જ કરે, કામ પર આવાની જરુર નથી. મતલબની આ દુનિયા કેમ કોઈને મદદ કરે?

રેખાબેન બધી રીતે પડી ભાંગ્યાં હતાં. થોડાક દિવસ બાદ પાડોશીને ત્યાં, એક ઘરમાં, ઠામ-વાસણ સાફ કરવાવાળી બાઈની જરુર છે એવી માહિતી મળી. રેખાબેન કઈ વિચાર્યા વગર એ કામ કરવા હા પાડી, કરવાં માંડ્યા. હિંમત એ મર્દા તો મદદ એ ખુદા. ધીરે ધીરે કામ મળતું ગયું, રસોઈ કરવી, નાસ્તા બનાવવાં વિગેરે. રેખાબેન નીચું/ઉચું જોયા વગર કામ કરતાં રહ્યા. બધું કરવા છતાં પણ આવક તો વધી, પણ છતાં, હજી એટલી બધી ઓછી આવક હતી કે કોઈક વાર રાત્રીના જમવાનું પણ, જે બચ્યું તે એમ કહીને, શાંતાબેન ભૂખ્યા રહી ત્યાગી દેતાં.

એવાકમાં જ, શુભ સમાચાર, મુકેશભાઈની તબિયત, ડોક્ટરોએ જણાવ્યાં અનુસાર, હવે સારી થવા લાગી હતી. સાવ સારું તો ન જ કહેવાય પણ પોતાનું કામ હવે તે જાતે કરવા લાગ્યા હતાં. એકરીતે મુકેશભાઇ પોતાની રોજીંદી જીન્દગીમાં વેલકમ-બેક કરવાં તૈયાર થઈ રહ્યાં હતાં.

પણ કદાચ કુદરતને મુકેશભાઇનું આ વેલકમ-બેક મંજુર નહીં હોઈ. કુદરતે રેખાબેન પર એક લાકડી વધારે ફટકારી, અચાનક જ મુકેશભાઈના પગ ચાલતાં બંધ થય ગયાં, ચાલવામાં અત્યંત પીળા ભોગવવી પડતી. ડોકટરે જણાવ્યું કે ગોઠણ તદ્દન ખરાબ હાલતમાં છે જેથી બંને ગોઠણની ઠાકણી બદલાવવી પડશે. પાછી એજ કપરી પરિસ્થિતિ. પૈસા વગર રેખાબેનની જીન્દગી મોથાજ બનીને રહી ગય હતી. એક પણ સગા વ્હાલાઓ માત્ર નામ માટે પણ ભાવ પૂછવા આવતાં નહિ.

પણ રેખાબેન આમ હાર માંનીલે એ કાયરો, બયલાઓમાંથી ન હતાં. કુદરતનાં દુઃખે ડરવું નહી અને કુદરતનાં સુખે છકવું નહી.  એમણે એ જ કુદરતને કહ્યું કે તું આ શું પરીક્ષા લે છે! હું પણ તારી જ ભક્ત છું, તારે જો પરીક્ષા લેવીજ હોઈ તો સુખડનાં ફૂલોની પરીક્ષા લે. આવી પરીક્ષામાં હું ડરીશ નહિ. આવક વધારવા રેખાબેને ઘરે ખાખરા બનાવીને વેચવાનો નિર્ણય કર્યો. સમય જતાં, કુદરતનાં સાથ સહકારથી, ધીરે-ધીરે ખાખરાનો ગૃહ ઉદ્યોગ વધ્યો. ઘર ચલાવવા જેટલો ખર્ચો હવે એ ખાખરાના ગૃહ ઉદ્યોગથી નીકળી જતો. પણ હજુ આવક એટલી ન હતી કે પતિના પગનું ઓપરેસન રેખાબેન જાતે જ કરવી શકે.

સમાજમાં માન સમ્માન, પ્રતિષ્ઠાની ચિંતા કર્યા વગર માત્ર પતિ અને એની અસહ્ય પીડા વિશે વિચારી રેખાબેને સામાજિક સંસ્થાને સંપર્ક કરવાનું વિચાર્યું. જે કઈ રીતે પણ જો પતિના પગનું ઓપરેસન થતું હોઈ તો તે કરવા માંડ્યું. કુદરત કોણ જાણે કેવી આકરી પરીક્ષા લઇ રહ્યું હતું.

ફરી એક ભગવાન રૂપી સજ્જન મળ્યાં, જેણે ઓપરેસનનો ખર્ચો આપવાની હા પાડી. રેખાબેન, પતિને ઉભા કરવા, ફરીથી પુરા જોશથી ઉમટી પડ્યા. સરકારી હોસ્પિટલમાં મુકેશભાઈનું ઓપરેસન થયું, બે મહિનાના આરામ બાદ મુકેશભાઈ કામ કરી શકશે, એમ ડોક્ટરોએ જણાવ્યું. પણ બે મહીનાતો ઠીક બે વર્ષ પછી પણ મુકેશભાઈ નોકરી કરી શકે એ હાલત માં ના રહ્યા.

આટલા સમયથી ઘરમાં બેસીને હવે તો મુકેશભાઈનો સ્વભાવ પણ ચીકણો અને ચીદ્ચીડો થઈ ગયો હતો. દીકરી પણ મોટી થતી જતી હતી, ભણવાના ખર્ચા પણ રેખાબેન ઉપર જ ચાલતા હતાં. હવે રેખાબેન હમેશને માટે ઘરનાં એકલાં કમાઉ વ્યક્તિ બની ગયા હતાં અને છતાં પણ હાર માની રહ્યા ના હતાં. આવો જુસ્સો ક્યાં જોવા મળશે? રેખાબેન એકલા માત્ર તનતોડ કામ કરી પોતાનાં પતિ, દીકરી અને પોતાનું ઘર ચલાવતાં હતાં. આને કહેવાય નારીશક્તિ.

ખરેખર રેખાબેન ખુબ જ ધન્યવાદને પાત્ર છે અને નારી એકલી બધું જ કરી શકે છે એ વાત પણ એમણે એમનાં જીવનમાં સાબિત કરી છે. નારી તું નારાયણીનું સચોટ ઉદાહરણ રેખાબેન છે. રેખાબેનની હિંમત, જુસ્સો, ઉત્સાહ, સહનશીલતા, ધીરજ એમનાં પતિ અને દીકરી તરફની અપાર લાગણીઓ ને ખુબ ખુબ સલામ.

નીચેનું બોલ્ડ અક્ષરોનું વાક્ય (માત્ર પરીસ્થિતિનું વર્ણન છે, વાસ્તવિક સ્થિતિ સાથેની વાતની કબુલાત છે.) આવી નારીશક્તિ ભાગ્યે જ હવે આ ઇન્ડિયન ભારતમાં હશે. પણજ્યાં સુધી પરિવારમાં આવી શક્તિશાળી નારીઓ છે ત્યાં સુધી કોઈની મજાલ છે કે કોઈ એમનાં ઘરને તોડી શકે. બાકી તો પશ્ચિમી સંસ્કૃતીની હવા કેટલાં વેગે સોના ઘરોમાં આવી ચુકી છે જે બધાં જાણે જ છે.

Advertisements