Categories
Uncategorized

ઇન્ટરનેટ મારફતે નોકરીઓ ગોતતા અને મેળવતાં : સાવધાન

ઇન્ટરનેટનો ઉપયોગ જેટલો ફાયદા કારક છે એટલો જ નુકશાન કરતાં પણ છે. ફેસબુક મારફતે છોકરા-છોકરી એકબીજાની બનાવટો કરી, ઉપયોગ કરી પડતાં મૂકી દેવાના કેસ તો આપડે બધાં અવારનવાર જોઈએ જ છીએ. જેટલું ઇન્ટરનેટ સારું છે એટલું જ ખરાબ પણ છે. સારા અર્થે ઉપયોગ કરો તો આ એક એવો ભંડાર છે જેમાંથી તમને જે જોઈતું હોઈ એ થોડાક પ્રયાસો બાદ મળી શકે છે અને ખરાબ ઉપયોગ કરો તો તમારી કે બીજાની જીંદગી બગડી શકે છે.

onlinejobsઇન્ટરનેટ પર રોજના લાખો લોકો નોકરીઓ મેળવવા માટે અપ્પ્લાય કરે છે ત્યારે તેમાં સ્કેમ થવાની શંકા સો ટકા રહેલી છે. આવો જ એક સ્કેમ મારા મિત્ર સાથે થોડાક મહિના પહેલાં જ બનેલો. ઘર બેઠાં કંપનીઓની જાહેરાતને બીજી સાઈટસ પર પ્રચાર કરવાની અને બેઠાબેઠા રૂપિયા કમાવાના, એમાય લોકોને બાટલીમાં ઉતારવા અને પૈસા પડાવવા ઘણાયને રૂપિયા મળી ચુક્યા છે એવાં ઉદાહરણ દેખાડે જેથી એમ થાય કે આ તો સાચું જ હશે. મારા મિત્રના ૨૫૦૦ રૂપિયા ગટર થય ગયાં એમાં.

જામનગરનો જ એક તાજો બનાવ :

નોકરીઓ મેળવવી હવે આસાન થય ગયું છે એવું લાગે છે !? કેમ કે, ઇન્ટરનેટ પર તમને ઢગલાબંધ કંપનીઓનાં નામ જોવા મળશે જે નોકરીઓ આપવાં તૈયાર છે, ગલીના નાકે શાકભાજી વેચવા બેઠાં હોઈ એવું લાગે. આમાં કેટલી કંપનીઓની ભરતી સાચી છે અને કેટલી ખોટી એ કહી ન શકાય.

દુરદર્શનમાં નોકરી આપવાના બહાને યુવાન પાસેથી ૬૩ હાજર પડાવી પાડ્યાની ઠગાઈ :

beaware

યુવાનો પણ આજે નોકરીઓની ચાહમાં ગાંડા-ઘેલા બની ગયાં છે, હું સમજુ છું કે એમાં એ લોકોનો પણ કોઈ વાક નથી. ઘરની જવાબદારીઓ વધતી જાય અને એક સમય આવે ત્યારે માબાપ પણ પ્રેસર કરે કે હવે કૈક તારું ગોઠવ તો સારું, માબાપનો પણ કઈ વાક નથી કેમ કે આ પરીસ્થિતિમાં છોકરો જલ્દીથી સેટ થય જાય તો એમની ચિંતા ઓછી થાય એવું એ વિચારતા હોઈ છે.

અહિયાં સમજવા જેવી બાબત :

૧. નોકરી માટે પહેલાં પૈસા માંગતા હોઈ તો આવજો ટાટા બાયબાય કહી દેવું.

૨. નોકરી આપનાર કોણ છે? શું કરે છે? અને એનું/કંપનીનું બેકગ્રાઉન્ડ શું છે એ જાણકારી રાખવી.

૩. નોકરી મળ્યાં બાદ એ નોકરીમાં આગળ ગ્રોથ છે કે નહી એ પહેલાં જ જોઈ લેવું, જો ગ્રોથ ન હોઈ તો એ નોકરીમાં જાજી મહેનત કરવી નહી.

આવા ઠગ માણસો સાથે શું કરવું જોઈએ?

કોઈક કહેશે કે આવા ઠગને તો ઉંધે માથે લટકાળી લાકડીઓ મારવી જોઈએ, ધોલાઈ કરી નાખવી જોઈએ, બીજીવાર આવું કરતાં પહેલાં સો વખત વિચારે એવો માર મારવો જોઈએ. અરરે ભાઈ જરા શાંતતા ઠેવા!

એ ઠગને આપડે મારશું તો પેલાતો આપડો મગજ બગડશે, એને મારવામાં ક્યાંક આપળને લાગ્યું તો ઉપરથી લેવાના દેવા પડશે, કાયદો હાથમાં લીધો તો પોલીસ પણ જરૂરી કાર્યવાહી કરશે, નકામા પોલીસ સ્ટેસનના ચક્કરમાં શું કામ પડવું?

સૌથી પહેલાં તો એ ઠગ પાસે આપડે મુર્ખ બની ગયાં એ સ્વીકારી લેવાનું અને બીજીવાર આવા મૂર્ખાઈવાળા કામ નહી કરવાનાં. ઠગને પોલીસ ખાતાને સોપી દેવાનો અને જાજી લપમાં પડ્યા કરતાં મગજને સારી દિશામાં લઇ જવાનો. પોલીસખાતું ઠગને કાયદાકીય રીતે સજા આપશે એમાં આપડે વચે ઉતારવાની જરૂર નથી. ઠગે પડાવેલા પૈસા પાછા આવી જાય તો માતાજીની કૃપા ન આવે તો સમજી લો માતાજીની આજ ઈચ્છા હશે, બીજું શું?

શીખવા જેવી બાબત :

નોકરીઓનાં મોહમાં બુદ્ધિભ્રષ્ટ ન થય જાય એ ધ્યાન રાખવું, પહેલાં પૈસા આપો એવું કોઈ કિયે તો ઈ જ મીનીટે એને બાયબાય કહી દેવું.

By Maulik Zaveri

"મૌલિક ઝવેરીનાં બ્લોગમાં આપ સૌનું મૌલિક સ્વાગત છે"

5 replies on “ઇન્ટરનેટ મારફતે નોકરીઓ ગોતતા અને મેળવતાં : સાવધાન”

Tamara vicharo khub saras che. Thag sathe bajva karta police ne enu kam karva devanu, sachi vat che. Pan aavo shant magaj rakhvo shakya nathi hotu.

Liked by 1 person

Leave a comment