Categories
પ્રેમ વર્ષા

જીવન બદલી નાખે એ છે પ્રેમ . . .

શું પ્રેમ માત્ર દસ રૂપિયાના ગુલાબ પુરતો જ છે?
પ્રેમ એટલે હંમેશા સાથે રહેવાની અને સાથ આપવાની ભાવના

પ્રેમની સાચી સમજ માણસનું આખું જીવન બદલી શકે છે

અત્યારે માણસોની જીંદગી આખી મટિરિયલીસ્ટીક બનતી જાય છે. પ્રેમ, સ્નેહ, વ્હાલ જેવાં શબ્દો માત્ર બુકમાં જ જોવા મળે છે. પ્રેમ માત્ર દસ રૂપિયાના ગુલાબમાં જ લોકોને દેખાય છે, કોઈનાં ર્હદયમાં નહી.

  • પ્રેમ એટલે લગ્નની એનિવર્સરી પર એક મોટી ગીફ્ટ આપવી.
  • પ્રેમ એટલે જાતજાતનાં કોણ જાણે ક્યાંથી આવેલાં પારકા ડે મનાવવાં
  • ગુલાબનું ફૂલ આપવું એટલે પ્રેમ છે એવું . . .
  • પ્રેમિકાને હોટેલમાં લઇ જવી એટલે પ્રેમ

પ્રેમની કોઈ વ્યાખ્યાઓ ન હોઈ, એટલે કહી ન શકાય કે પ્રેમ શું છે? પણ એટલું તો જરૂર કહી શકાય કે માત્ર આ જ તો પ્રેમ નથી.

my-sticker-family-feature-image

ઘરમાં ફૂલ ફેમીલી સાથે હોઈ છતાં પણ બધા મોબાઈલમાં જ પડ્યા હોય. એકબીજાં સાથે વાતો કરવી એ તો હવે બોરિંગ કહેવાય. ‘પરિવાર’ શબ્દ માત્ર કોઈનાં લગ્ન પ્રસંગે વાળીમાં બેનર તરીકે ઉપયોગમાં લેવાતો શબ્દ બની ગયો છે જેમ કે, ‘ઝવેરી પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે.’ પરિવારની હૂફ, લાગણીઓ, માતાપિતા અને વડીલોનો વ્હાલ, સગાઓનો સાથ-સહકાર, નાના દીકરા સાથે મોજ મસ્તી, બાળકો સાથે બાળક બની જઈ રમવાની મજા, નાના ભાઈને કઈ ખોટું કરતાં ખીજાયને એ ખીજમાં વર્ષાવતો પ્રેમ, બહેનને મસ્તીમાં હેરાન કરવાની મજા, છુપાઈને પાછળથી બધાને બીવડાવવાની મજા, દુઃખના સમયે એકબીજાને સાચવી લેવાની લાગણી, એકબીજાને મદદરૂપ થવાની ભાવના, અલગ જ અનુભવવાળી સંતોષની લાગણીઓ. . . . .આ બધું તો હવે ક્યાંક વાંચવા જ મળે છે. આવો અનુભવ હવે ભાગ્યે જ કોઈકને થતો હશે. કેમકે આવું અનુભવવા માટે પણ એવું કોમળ ર્હદય તો જોઈએ ને!!!

અત્યારે બધાને સ્વતંત્ર થવું છે, એટલે કે બધાને એકલું થવું છે. સ્વતંત્રનો અર્થ અત્યારે એકલાં થવું છે એવો બની ગયો છે. સ્વતંત્ર થવામાં કઈ વાંધો નથી . . . પણ એટલાં બધાં સ્વતંત્ર ન થવાય કે આપણે એકલાં જ બની જાય. અને એમાય વખાણવા જેવી વાત તો એ છે કે જેણે જન્મ આપ્યો એ જન્મદાતાને કેવી રીતે ભૂલી જવાય?

  • એટલાં પણ સ્વતંત્ર ન થતાં કે સ્વતંત્રતા એટલે એકાંત બની જાય. એકલો માણસ ક્યારેય જીવી જ ન શકે.

આવા માહોલમાં જો કોઈ ફેમિલીમાં આ પ્રેમ, લાગણીઓ, સંતોષની ભાવના જીવિત હોય તો એ ખુબ જ સારી વાત કહેવાય અને એ ફેમિલીના દરેક લોકો એકબીજાને ધન્યવાદને પાત્ર કહેવાય.

 

૧૦ વર્ષ પહેલાં

 

શાહ પરિવાર, શાહ કુટુંબની પહેલી,વહાલુડી દીકરી આરતીના આ અદભુત શ્રુષ્ટીમાં પાપાપગલી માંડવાની ખુશીમાં નાચી રહ્યો હતો. આરતી ગટુડી, ઢીંગલી જેવી સૌને રમાડવી ગમે એવી હતી. આરતી કુટુંબની પહેલી દીકરી હતી માટે બધા જ આરતીને ખુબ પ્રેમથી રમાડતાં અને વ્હાલ કરતાં. દીકરી જન્મે અને જે પરિવારમાં ખુશી આવે એવી ખુશી બીજે ક્યાંય ન આવે.

પરિવારજનો તો આરતી અને એનાં જન્મથી ખુશ હતાં પણ . . .

વાત એવી છે કે આરતીના પિતાને એક દીકરો જોઈતો હતો અને દીકરી નહી. ઉપરવાળો પણ કમાલ કરે છે . . . કાશ એવું હોત કે જેને જે જોઈએ છે, એ જ એમને મળે તો કેવું હોત! પણ એવું શક્ય નથી અને એ સત્ય આપડે સ્વીકારવું જ પડે. આજે નહી તો કાલે પણ એક દિવસ તો સ્વીકારવું જ પડે. આરતીના પિતા આરતી પ્રત્યે ઓછો સ્નેહ ધરાવતા હતાં, પણ ક્યારેય દીકરીને દુખી કરતાં ન હતાં. જો આટલું જ રહ્યું હોત તો હજી સારું હોત . . .

આરતીનાં માતાપિતામાં ધીરે-ધીરે નોકજોક વધવા લાગી, આંતરિક જગડા ધીરે-ધીરે વધતાં ગયાં. પિતાને પુત્રની ઘેલછા હતી પણ એ ન સંતોષાય માટે એ એમની પત્ની પર ખાર ઉતારવા લાગ્યા. શરૂઆતમાં જગડો એક બે દિવસ ચાલતો અને પછી પાછું શાંત થઇ જતું પણ આ એક સંકેત હતો . . . આ સંકેત જો સમજી ગયાં હોત તો કદાચ બની શકત કે આ જગ્ડાને ત્યાં જ અટકાવી શકાય.

પણ સમય પણ પોતાનો ખેલ દેખાડે જ છે… સમયથી મોટું કોણ હોઈ શકે?

આરતીના પિતાને અશંતોષની લાગણી અત્યંત હેરાન કરી રહી હતી. દીકરીને પ્રેમથી રમાડવામાં એક બાપને જેટલો સંતોષ મળવો જોઈ એવી લાગણી ન હતી. લાગણી ખરાબ હોઈ કે સારી જો મગજમાં ભરાય ગય તો એનું વિકરાળ સ્વરૂપ લે જ.

આરતીનાં પિતાનો મોટો બીઝ્નેઝ હતો. અચાનક જ એમાં ખોટ આવવાની ચાલુ થય ગય. હવે બહાર બીઝ્નેઝનું ટેન્સન અને ઘરે અશંતોષનાં કારણે પતિપત્નીનાં જગડા થવાનાં શરુ થય ગયાં. ધીરે ધીરે વાત એટલી આગળ વધી કે આરતીનાં પિતા ડ્રીંક કરવાં લાગ્યાં. ધીરે ધીરે દારૂની આદત વધતી ગય. દારૂ એક એવી લત છે જે માણસને માત્ર અને માત્ર વિનાશની તરફ જ લઇ જાય છે.

934579

આદત એટલી બધી વધતી ગય કે સવારે ઉઠતાં જ ડ્રીંક કરવું. ધીરે ધીરે આ આદતે પોતાનું વિનાશકારી સ્વરૂપ ધારણ કરી લીધું. આરતીના પિતાને માતાપિતા, દીકરી, પોતાની પત્નીનું કઈ ભાન જ ન રહ્યું. આખોય દિવસ, ઘરમાં કે બહાર દારૂનાં નશામાં રહેવા માંડ્યા. ધીરે ધીરે જગ્ડાઓ પોતાનું વિકરાળ સ્વરૂપ લેવાં લાગ્યા. પતિપત્ની વચ્ચે બોલાચાલી, મારપીટ, ઘરમાં તોડફોડ, રાડારાડી વધતી ગય.

આખરે એક સમય એવો આવ્યો કે પિતાને દારૂ પીવા માટે પૈસા ખતમ થવા લાગ્યા. બીઝ્નેઝમાં ઉધારી ચુકવવા બીઝ્નેઝ વેચવો પડ્યો. ઘર ખર્ચ ચલાવવા આરતીનાં મમ્મી નોકરી કરવા લાગ્યા પણ પતિ ઘરમાં હોઈ છતાં પત્ની નોકરી કરે એ આરતીના પિતાથી જોવાણું નહી અને એ બાબત ફરી જગડા સ્વરૂપે વધવા લાગી. બસ . . હવે આ નિત્યક્રમ બની ગયો. આરતી પોતાનાં દાદા-દાદીનાં ઘરે જ રહેતી જેથી એનાં પર કોઈ અસર ન પડે.

આરતીના મમ્મી આ બધાં જગડા, મારપીટ, ગાળાગાળી, બળજબરી ચુપચાપ સહન કરતાં. એમને બસ એટલો વિશ્વાસ હતો કે આ પરીસ્થિતિ પણ દુર થય જશે. એમણે એટલો પ્રેમ હતો કે જેની સાથે મેં સાત ફેરાં લીધાં છે એ પતિ પરમેશ્વરને જો મને મારવાથી દુઃખ ઓછું થતું હોઈ તો એ પણ મને કબુલ છે. આ વિશ્વાસ અને પ્રેમ માણસનું આખું જીવન બદલી શકે છે, આનું કોઈ અનુમાન ન કરી શકાય. આ તાકાત જયારે કોઈ સ્ત્રીમાં હોઈ તો એ નિશ્ચિત છે કે પરીસ્થિતિ સો ટકા બદલી જ જશે. અને એવું જ થયું…

સમયનો કાટો બદલાયો. ગમે તેવી કાળી અંધારી રાત હોઈ પણ એ સૂરજની રોશનીને રોકી શકતી નથી. અચાનક જ આરતીના પિતામાં બદલાવ જોવા મળ્યો. દારૂની લત ખરાબ પડી છે એ એમને સમજાવા લાગ્યું. ધીરે ધીરે માહોલ બદલાયો. પ્રેમનું સાચું સ્વરૂપ એકબીજાંને દેખાવા લાગ્યું. પિતાને પોતાની ભૂલ સમજાય અને આરતીની માતા એટલે કે પોતાની પત્ની પાસે આટલી હાલાકી આપવાં બદલ ક્ષમા માગી. જે બાપ દીકરી આવવાથી જેટલો અશંતોષમાં હતો આજે એ જ બાપ એટલો જ એમની પત્ની અને દીકરી સાથે સંતોષ અનુભવે છે.
Family-Stock-Photo-of-a-Young-Couple-taking-a-romantic-walk-at-sunset-enjoying-the-waves-ocean-and-beach-while-vacationing-in-the-Outer-Banks-of-NC-7150p

પ્રેમ એટલે . . .?

પ્રેમ એટલે હંમેશા સાથે રહેવાની અને સાથ આપવાની ભાવના. પ્રેમ એટલે ગમે તેવી પરીસ્થિતિમાં સહન કરવાની ભાવના. પ્રેમ એટલે સાથીને હંમેશા સુખી રાખવાની ભાવના. આ પ્રેમ આરતીની માતા એ આંખા પરિવારમાં ફેલાવી દીધો જેને કારણે આજે દારૂ જેવી વિનાશકારી લતથી એમનાં પતિ છૂટી શક્યા અને જીવન ફરીથી ટ્રેક પર આવી શક્યું.

આવો પ્રેમ જ્યાં પણ મળી જાય એને વધાવી લેજો અને એ પ્રેમીને સદાય માટે પુજજો.

By Maulik Zaveri

"મૌલિક ઝવેરીનાં બ્લોગમાં આપ સૌનું મૌલિક સ્વાગત છે"

4 replies on “જીવન બદલી નાખે એ છે પ્રેમ . . .”

Leave a comment