સબંધોની રાસલીલા – રોજ બદલાતાં સબંધોની માયાજાળ

PART 01 – INTRODUCTION

extra_storysize_650_042414121530

સબંધોની રાસલીલા

રોજ બદલાતાં સબંધોની માયાજાળ

વીસમી સદીની શરૂઆતથી લગભગ બધાં જ ઘરોમાં અમલમાં મુકાયેલો એક કોન્સેપ્ટ, એક એવો વિનાશકારી અને તદ્દન નબળો કોન્સેપ્ટ એટલે કે

ન્યુક્લિયર ફેમિલી કોન્સેપ્ટ ‘હમ દો હમારે દો’.

ન્યુક્લિયર ફેમિલીનાં આ કોન્સેપ્ટનાં કારણે અને એનાં અન્ય કોન્સેપ્ટ જેનાં પાયા સ્વરૂપ ન્યુક્લિયર ફેમિલી કોન્સેપ્ટ છે એનાં કારણે અનેક જાતનાં ગુનાહ વધી ગયાં છે અને હજી વધી રહ્યાં છે. ગુનાહ પછી રેપના હોઈ કે એડલ્ટરીનાં, ખૂનનાં હોઈ કે બળાત્કારનાં. અને ઘરની મારપીટની તો સાહેબ વાત જ ક્યાં કરી છે હજી!

માણસને ઓળખવો એ અત્યારે સૌથી અઘરું બની ગયું છે. માણસનું પેટ એટલે કે એનાં મનમાં શું ચાલી રહ્યું છે એ કોઈ જાણી શકતું નથી. માણસોના રંગ રૂપ બદલાય એ તો સમજ્યું કે સ્વાભાવિક છે પણ માની ના શકાય એવાં, સબંધોનાં સમીકરણો પણ રોજ બદલાતાં આપણે જોઈ રહ્યાં છીએ.

એક ભાઈ બીજાં ભાઈને પૈસા માટે મારી-કાપી નાખે છે. દીકરો એનાં જ સગાં માતાપિતાને પારકી સ્ત્રી આવતાં વૃધાશ્રમમાં મૂકી આવે છે. માતાપિતા એમનાં જ બાળકોને કમાઉ દીકરા કહી વેચી નાખે છે. પતિ એની પત્નીની ગેરહાજરીમાં પરસ્ત્રી સબંધ માણે છે અને પત્ની પણ પતિની ગેરહાજરીમાં પરપુરુષ સાથે સબંધો બનાવે જ છે. અને શું નહી..!

સબંધોની રાસલીલા રમતાં તો કોઈ માણસ પાસે થી શીખે!

સબંધોની રાસલીલા ઉભી થવા પાછળ પણ અનેક કારણો હોઈ શકે છે. ટેન્સન, લત, માનસિક ત્રાસ, ક્રોધ, હતાશા, એકાંત, લાલચ, લાચારી-મજબૂરી, જબરદસ્તી, ઈર્ષા, પ્રેમ, મોહ-માયા અને બીજું ઘણું બધું હોઈ શકે છે.

ન્યુક્લિયર ફેમીલી આવવાથી વડીલોનો એમનાં પરિવાર પરનો કંટ્રોલ હવે જતો રહ્યો. પહેલાં વડીલો ઘરમાં હોઈ એટલે અમુક નિયમો તથા મર્યાદાઓ રહેતી અને ઘરનાં બધાં જ સદસ્યો એ નિયમો અને મર્યાદાઓનું પાલન કરતાં. હવે આ ન્યુક્લિયર ફેમીલી આવતાં, વડીલો તો ઘરથી અલગ થય ગયાં, તમે એમ પણ કહી જ શકો કે વડીલોને ઘરથી અલગ કરી દેવાયા.

હવે મોટે ભાગે ઘરનો એક માત્ર પુરુષ ઘર ચલાવવા લાગ્યો. કહી શકાય કે માણસ સ્વાતંત્ર્ય થયો. પણ શું એ સાચું છે ખરા? માણસને સ્વતંત્ર થવું છે, એટલે એ એમ ઈચ્છે છે કે મને કોઈ રોક-ટોક નાં જોઈએ. જેને જેમ કરવું હોઈ એમ કરવાની છૂટ જોઈએ. આને કહેવાય સ્વતંત્રતા? નિયમો અને મર્યાદાઓ વગરનો માણસ એ માણસ જ નાં કહેવાય, કેમ કે ઢોરને પણ કોઈ નિયમ કે મર્યાદા હોતી નથી.

508942-5ca73cf0-2929-11e4-aaf4-d11cdeb5504d

આજની ફેમિલીમાં પતિ પત્ની અને એનું ૧ કે ૨ બાળક જ રહી ગયા. બાળકોની જવાબદારી અને ઉપરથી ઘર ચલાવવાની જવાબદારી હવે ફક્ત પતિ-પત્ની પર આવી ગય. જયારે જોઈન્ટ ફેમિલીમાં ઘર ચલાવવાની અને દુઃખના સમયે સદસ્યોની સાર-સંભાળ રાખવાની જવાબદારીઓ ઘરનાં બધાં સદસ્યોમાં વહેચાય જાય જેથી માથાદીઠ જવાબદારી ઓછી આવતી.

પણ આ ન્યુક્લીયર ફેમિલીના કારણે માથાદીઠ જવાબદારી વધતી ગય. માણસ એ જ જવાબદારીઓમાં ફસાતો ગયો, કંટાળતો ગયો. જવાબદારીનો ભારો માથા પર વધતો ગયો. જવાબદારીઓ હવે નડતરરૂપ લાગવા લાગી. સબંધોમાં પણ એ જવાબદારીનો ભારો વધવાથી કડવાસ ફેલાવા લાગી. પતિ-પત્નીનાં સબંધો માત્ર બેડરૂમમાં જ  બેડ પર પુરાઈ કે સંતોષાયને રહી ગયાં. બાળકો માટે માતાપિતા માત્ર નામનાં જ રહી ગયાં. માતાપિતા માટે બાળકો તો માત્ર સન્ડેનાં(રવિવારે)  મળતાં મિત્રો સમાન થઇ ગયાં. દીકરાને એક જ ઘરમાં પપ્પાને મળવા માટે ૨ દિવસ અગાઉ બુકિંગ કરાવું પડતું થઇ ગયું. જો માતાપિતા એમનાં બાળકોને દિવસમાં એક કલાક મળી પણ નાં શકતાં હોઈ તો આ ન્યુક્લિયર ફેમીલીમાં રહેવાની આટલી બધી ઉત્તેજના શું કામની?

પણ શું કરી શકાય. . .જમાનો જ એવો આવી ગયો

આમાં માણસ ફસાતો ગયો પણ માણસ પણ આખરે એક માણસ જ છે. એને પણ પોતાની દુનિયા જીવવી ગમે છે. એની પણ ઈચ્છાઓ પૂરી થાય એવું એને ગમે જ છે. એની અપેક્ષાઓ પૂરી થાય એવું એને જોઈતું જ છે.

જવાબદારીવાળો માણસ ધીરે ધીરે જવાબદારી માંથી મુક્ત થવા પોતાની અલગ દુનિયા બનાવવાં લાગ્યો. અને જે લોકોને એમનાં પરિવારનાં લોકો સમય નથી આપતાં એ પણ એની અલગ દુનિયા બનાવવાં લાગ્યો. પત્ની ઉપરાંત પરસ્ત્રી રાખવાં સમર્થ થયો. એકાંત દુર કરવાં કે ગુસ્સો કાઢવા કોઠા પર જવા લાગ્યો. પત્ની પણ પતિની ગેરહાજરી અને એકબીજા પ્રત્યેનું ઓછું આકર્ષણ સહન ન કરી શકતી હોવાથી કે લગ્નેતર સબંધને કારણે પરપુરુષ સાથે સબંધોની રાસલીલા રમવાનું ચાલુ કરી જ દે છે. સબંધોની આં રાસલીલામાં ક્યાંક ને ક્યાંક આપણો આ અદભુત અને બુદ્ધિશાળી સમાજ પણ જવાબદાર છે જ ને!

47418097

અને એક વખત માણસ આ રાસલીલામાં ફસાયાં બાદ કઈ કરી શકતો નથી કે બહાર પણ નીકળી શકતો નથી.

TO BE CONTINUED . . . .

Advertisements

2 thoughts on “સબંધોની રાસલીલા – રોજ બદલાતાં સબંધોની માયાજાળ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s