विद्यार्थीयों के फेल होनेकी सबसे बड़ी वजह

मुझे कुछ बहुतही बड़ा करना हे

विद्यार्थीयों के फेल होनेकी सबसे बड़ी वजह

 

ज्यादातर लोग सिर्फ खयाली बाते करनेमें ही अपना सारा समय ओर एनर्जी वेस्ट कर देते हे| ये सिर्फ विद्यार्थियों ही नहीं पर व्यावसायिक लोगभी ऐसे ख्याली पुलाव पकाते हे|

बहुत बड़ा करना हे वो सिर्फ/अभी सोचो मत, पहेले कुछ कर सको उस परिस्थितिमें आओ, बाद में मोका मिले तब चोका मरो|

‘જે કરવું હોઈ એ આજે કર’ માણસ પોતાની આજને પોતાનાં ફ્યુચરમાં ઇન્વેસ્ટ કરવાને બદલે વેસ્ટ કરે છે અને આ બોઉં મોટી અને ભયાનક સમસ્યા છે. વિદ્યાર્થીનાં મગજમાં ભણતી વખતે સ્કૂલમાં કે કલાસીસમાં ખાલી ભણવામાં જ ધ્યાન હોવું જોઈએ નહી કે ખયાલી વાતોમાં. ફ્યુચર બનાવવાં માટે ફ્યુચર વિષે વિચારવું એ અત્યંત જરૂરી છે પણ વર્તમાનને વેસ્ટ કરીને નહી, વર્તમાનને ઇન્વેસ્ટ કરીને.

વિચારો કે બધાં જ લોકો માત્ર એવું વિચારે છે કે મારે કૈક મોટું એવું કરવું છે. . . બસ ખાલી વિચારે જ છે. . . આનાથી કઈ થશે નહી. કૈક કરવું પણ પડશે.

બધાં જ લોકો વિદ્યાર્થી હોઈ કે નોકરિયાત બધાં જ એક મશીનની માફક ચાલે છે નહી કે એક જીવિત માણસ અને આ પરીસ્થિતિ હાલમાં આવેલી, અત્યારની સમસ્યા નથી. આ વર્ષોથી આપડા લોહીમાં ભેળવી દેવાયેલી સમસ્યા છે.

  • સર અથવા ટીચરે કીધું આ વાંચવાનું, લખવાનું, યાદ રાખવાનું બસ ગોખણીયા વિદ્યાર્થીઓએ કઈ વિચાર્યા વગર કરી નાખ્યું. વિદ્યાર્થીને વિચારતો ક્યારેય કરવામાં આવતો જ નથી, એને કન્ફ્યુસ થવાનો મોકો જ નથી આપવામાં આવતો, જેથી કરીને એ વિદ્યાર્થી પોતાની કન્ફ્યુસ લાઈફમાં આખરે ફેલ(નાપાસ) થાય છે.

હું ખુદને નસીબદાર માનું છું કે મને એવાં ગુરુઓ મળ્યાં જેણે મને સાચું શિક્ષણ આપ્યું.        ‘ટીચર જુદાજુદા માર્ગ બતાવવાવાળો માણસ છે નહી કે પરાણે માર્ગ પર ચલાવવાવાળો.’ અત્યારે ટીચરનો રોલ ધીમે-ધીમે મામુલી બનતો જાય છે પણ એક ટીચર આખી દુનિયા બદલી શકે છે એ કોઈ સમજતું જ નથી અને ઘણા ટીચર ખુદ પણ આ વાત સમજતાં કે સ્વીકારતાં નથી કેમકે એ ખુદ પણ એ મામુલી એવાં ટીચરના રોલમાં ફીટ બેસતાં હોઈ છે.

  • પોતાને શું કરવું છે એવું માણસ ભાગ્યે જ વિચારે છે. . .હમણાં જ હું એક વિધાર્થીને મળ્યો જેની સાથે ચર્ચા કરતાં લાઈફમાં આગળ શું કરવું છે એવું મેં પૂછ્યું ત્યારે . . .
  • અત્યારે તો હજી કઈ વિચાર્યું નથી. પણ મને લાગે છે આગળ એમ.કોમ(COM) કરવું. પણ મમ્મી-પાપા મને CA કરવાનું કહે છે. હવે જેમ મમ્મી-પાપા કહેશે એમ કરીશ.

મને તો સાંભળીને જ શોક લાગ્યો. એક ૨૦ વર્ષનાં ફીસીકલી પરિપકવ એવાં માણસને લાઇફમાં શું કરવું છે એવો કોઈ પોતાનો ધ્યેય જ નથી. લાઈફ બસ ચાલ્યે જાય છે. શું આપણી શિક્ષણ વ્યવસ્થા છે?

વાત તમને મજાક જેવી લાગશે પણ બધાં જ વિદ્યાર્થીની સૈથી મોટી આ જ પ્રોબ્લેમ છે, કોઈને ખબર જ નથી કે શું કરવું છે, આગળ જઈને. શું મેળવવું છે લાઇફમાં? ક્યાં પહોચવું છે? અરરે. . કોઈએ આવું ક્યારેય વિચાર્યું જ નથી, કેમકે આવું કોઈએ અત્યારસુધી પૂછ્યું જ નથી. કઈ તો વિચાર કરો કે આજથી ૫ વર્ષ પછી લાઈફ શું બનાવવી છે?

‘જેવું વાવીએ એવું ઉગે’ આ કહેવત બધાં એ સાંભળી હશે પણ ‘કઈ વાવસો જ નહી તો શું ઉગશે?’ કઈ જ નહી . . .

હજી તો શું સારું . . શું ખરાબ એની તો વાત જ નથી.

  • લાઇફમાં શું બનવું છે એ તમે ખુદ વિચારો અને નિર્ણય લો.
  • જે બનવું હોઈ એનાં માટે કઈ કઈ વસ્તુઓ કરવી પડશે, કેવો કોર્સ જોઈન કરવો એ રીસર્ચ કરો. માત્ર મમ્મી-પપ્પા એ કીધું એટલે એની ઈચ્છા પ્રમાણે કરશો તો તમે કઈ નહી બનો, પણ મમ્મી-પપ્પા તમને જે બનાવવાં ઈચ્છે છે એ જ તમે બનશો, અને પછી આગળ જઈને તમે કંટાળી જશો અને ખોટા ટ્રેક પર ચડી જશો.
  • કોર્સમાં જોઈન થયાં બાદ એમાં તમારું ૧૦૦% ધ્યાન અને એફર્ટસ લગાડો. એફર્ટસ લગાડ્યા બાદ હવે તમે જે બનશો એ ખુદ જ બનશો નહી કે બીજાં લોકો જે બનાવવાં માંગે છે તે.
  • વચ્ચે ક્યારેક નાપાસ થયાં તો કઈ વાંધો નહી, ‘ભણે એ ભૂલે’ ફેલ થવાથી પાસ થવાની ચાહ વધારે વધી જાય છે. ‘હારેલો સિંહ ડબલ જડપથી શિકાર કરે છે’ અને અંતે એનું ફળ મળે જ છે.

‘Don’t worry about your failure or attempts, worry about your future and then do it once again with triple preparation and confidence so that you can say YES I AM COMING, do whatever you want to do, but this time you can’t stop me.’

  • સખત હાર્ડવર્ક અને પ્રીપ્રેસન કર્યા બાદ આપોઆપ એક એવો કોન્ફીડંસ આવી જશે કે દુનિયાનું કોઈપણ પેપર કે કોઈપણ સવાલનો જવાબ તમે ખુબ જ સરળતાથી આપી શકશો.
  • આની સાથે જ જે વિદ્યાર્થી હાલમાં આવેલા રીઝલ્ટથી હતાશ છે એનાં માટે . . . હતાશાને ડીલીટ કરી…સેલીબ્રેટ કરો અને હસતાં શીખો આ આર્ટીકલ વાંચવા જેવો છે.

 

Advertisements

2 thoughts on “विद्यार्थीयों के फेल होनेकी सबसे बड़ी वजह

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s