I LOVE YOU; પ્રેમ દેખાડો નહી આપો.

દુનિયામાં બધાં જ લોકો કૈક કહેવાં માંગે છે પણ કોઈ બીજાને સાંભળવા નથી માંગતું. બસ મારું કોઈક સાંભળે, મને કોઈક જોવે, કોઈક નોટીસ કરે. પણ પ્રેમમાં આવું ન હોવું જોઈએ, કારણ કે (પ્રેમી/પ્રેમિકા) સાથીને સાંભળવું એ જ તો પ્રેમ છે. પ્રેમ એટલે આપડો સાથી બોલ્યાં જ કરે અને આપડે સાંભળ્યાં જ કરી, કદી ન અટકી.

જે રીતે માણસને જીવવા માટે શ્વાસ લેવું અને છોડવું એ અત્યંત જરૂરી છે એ જ રીતે માણસનાં સબંધોને જીવતાં અને પ્રેમરસ રાખવા માટે પુરતી મોકળાશ આપી શ્વાસ લેવા દેવું એ અત્યંત જરૂરી છે. હાથની પાંચ આંગળીઓ વચ્ચે પણ જો સ્પેસ આપવામાં ન આવે, તો હાથ કઈ કામ કરી શકતો નથી. એવી જ રીતે, તમારાં સબંધોને પણ થોડીક મોકળાશ(સ્પેસ) આપો અને શ્વાસ લેવા દો. હાથમાં દાબીને રાખવાથી તો ફૂલ પણ કરમાઈ જાય છે. અને આમ પણ ગુલામી કરવી કોને ગમે?

સામાન્ય રીતે બધા જ લોકો એક ભયમાં કે પછી કુટેવમાં જીવી રહ્યા છે. ભય એવો જે વર્તમાનમાં છે જ નહિ. એ ભય છે ઈન્સીકીયોરીટી(INSECURITY)નો. સબંધ પતિ-પત્નીનો હોઈ કે માતાપિતાનો, બધાં જ એવું ઈચ્છે છે કે હું કહું એમ જ બધાં કરે. પતિ-પત્ની કે પ્રેમી પંખીડાઓ એકબીજાને અપાર પ્રેમ કરતાં હોવાં છતાં, પહેલાં એ જ વિચારે છે કે મારો સાથી મને છોડીને વયો જશે તો..! એ બીજાના પ્રેમમાં પડી જશે તો..! અને બસ આ જ ભયનાં કારણે પોતે જેલનાં જેલરની માફક સાથી પર કંટ્રોલ કરવાં લાગે છે. આ ભય હંમેશને માટે તલવારની જેમ માથે લટકતો જ રહે છે.

આ ઈન્સીકીયોરીટીનાં કારણે પ્રેમી પંખીડાઓ એમનાં સાથીને પોતાની મુઠ્ઠીમાં જ રાખવા ઈચ્છે છે. એ કહે તેમ જ કરવું, એનું બધું જ માનવું, કહે ત્યારે બહાર જવું, બધું પૂછી પૂછીને કરવું, કહે ત્યારે ખાવું, કહે ત્યારે સુવું અને બીજું શું નહિ! સામાન્ય રીતે આવી લાઈફ કોઈને પણ પસંદ આવતી નથી. જેમ મેં પહેલાં જ કીધું, જો તમે એક ફૂલને પોતાની મુઠ્ઠીમાં જ દબાવીને રાખશો તો એ ફૂલ પણ મુર્જાય જશે. ફૂલનો વિકાસ પણ ત્યારે જ થશે જયારે એને ખુલ્લી હવા, પુરતું પાણી તથા સૂર્ય-પ્રકાશ મળતો હશે.

માણસ એ પોતાનાં સબંધોને થોડોક શ્વાસ લેવા માટે સ્પેસ આપવી એટલે કે મોકળાશ આપવી ખુબજ જરૂરી છે. નહીંતર સબંધો માત્ર નામનાં જ રહી જશે. સમય આવ્યે ખ્યાલ આવશે ત્યારે ખબર પડશે કે સબંધ તો ક્યારનો મરી ગયો હતો અને એ પણ આપણે જ મારી નાખ્યો હતો. સબંધ પણ ત્રાજવા સમાન હોઈ છે, જયારે બંને પલળા એક સરખાં હોઈ ત્યારે જ ત્રાજવું સ્થિર જળવાઈ રહે છે. એવી જ રીતે જયારે પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા પોતાનાં પ્રેમરૂપી ત્રાજવાના બંને પલળા પર સરખાં હોઈ ત્યારે જ સબંધ જળવાઈ રહે છે. પ્રેમ જાળવી રાખવાં સાથી ને જોઈતો એવો જરૂરી સ્પેસ આપવો એ અત્યંત અનિવાર્ય છે. અને એવું પણ બની જ શકે કે તમે થોડીક સ્પેસ આપો એટલું જ તમારાં સાથીને જોઈતું હોઈ…અને સ્પેસ આપ્યા બાદ પ્રેમમાં વધારો પણ થઇ શકે છે.

  • પતિ-પ્રેમી જયારે કોઈ અજાણી સ્ત્રી સાથે ખુશ થઇ વાતચિત કરે તો પત્ની-પ્રેમિકા વિચારવા લાગે છે કે મારાં પતિ-પ્રેમીને પરસ્ત્રી વધારે ગમે છે, એમનું બહાર પણ સ્ત્રી-સબંધ હશે. કોઈ સ્ત્રી સાથે વાતચિત કરી લેવાથી કે કોઈ સ્ત્રી સાથે હસતાં મોઢે બેસવાથી કોઈનો બાહ્ય સબંધ બંધાય નથી જતો. એવી જ રીતે કોઈ સ્ત્રી અન્ય પુરુષ-મિત્ર સાથે કે અજાણ્યા પુરુષ સાથે વાતચિત કરે કે પુરુષ સાથે બહાર સાથે હોઈ તો પણ એનો બાહ્ય સબંધ હશે એવું નથી જ હોતું. આ બાબત સમજવી અત્યંત જરૂરી છે. જો તમારે તમારા સબંધો સાચવી જાળવી રાખવાં હોઈ તો આ વાત સમજી લેજો.
  • ઘણીવાર ઘરનાં વડીલો પણ નવી વરવધુને પોતાનાં કંટ્રોલમાં રાખવાં કૈક જાતનાં ખેલ કરે છે. દીકરાને એની જ પત્ની વિષે ખોટું સમજાવી એનાં કાન ભરવામાં આવે છે. એક સાસુ થઈને પોતાની દીકરી સમાન વરવધુની ખોટી નિંદા કરવામાં એ જરાય અચકાતી નથી. આનો અંત તો ખરાબ જ આવશે એ સમજી લેજો.
  • ઘણીવાર તો દીકરાનાં લગ્ન થયાં બાદ વરવધુનું ઘરમાં આગમન થતાં જ દીકરાની માં એટલે કે સાસુ પોતાનો દીકરો હંમેશા માવાડીઓ રહે એનાં માટે કાવતરાં કરવાં લાગે છે. પતિ-પત્ની વચ્ચે જેટલો પ્રેમ હોવો જોઈએ એ ક્યારેય થવા જ નથી દેતી, અને અંતે આખાં ઘરમાં અશાંતિ ફેલાય જાય છે. માતાપિતાનાં જગડા, પતિ-પત્નીની વચ્ચે પ્રેમ ઉભો જ ના થયો એનાં કારણે એમનાં જગડા અને શું નહિ? પછી તો વાત વાતમાં જગડા જ થાય છે. એનાં કરતાં પહેલેથી જ બધાને પુરતો, જોઈતો સ્પેસ આપી સૌને ખુશ રાખવામાં જ ભલાઈ છે.
  • પ્રેમી પંખીડાઓ પણ એમાં પ્રેમિકા એટલે કે સ્ત્રી/છોકરી એમનાં સાથીને કંટ્રોલમાં રાખવાં વાત-વાતમાં છણકલા કરી, જરૂરી ના હોઈ એવી બાબતમાં જગડો કરી, હંમેશા એવું ઈચ્છે છે કે મારો સાથી હંમેશા મને મનાવે. ખોટી રીતે રોવા બેસશે અને પછી એવી આશા પણ રાખશે કે પેલો મને મનાવવા આવે. આવી નાની-નાની બાબતોનાં કારણે જ પ્રેમ અલ્પ થઇ જાય છે અને અંતે પરિણામ ખરાબ જ આવે છે.

ઈન્સીકીયોરીટીમાં જીવવા કરતાં વિશ્વાસ રાખી સદાયને માટે શ્વાસ લેવાની મોકળાશ આપી જુવો. કદાચ તમારાં સાથીને બાહ્ય સબંધ હશે તો પણ તમારો પ્રેમ અને ગળા સુધીનો વિશ્વાસ એને તમારાં તરફ આકર્ષશે અને પાછો ખેચી લાવશે. હવે ઘણાં લોકો, પાક્કા વણ્યા, એવું વિચારતાં હશે કે વિશ્વાસ રાખવાથી એમનો સાથી પાછો આવી જ જશે એની શું ગેરેંટી?

જોવા જઈએ તો દરેક વસ્તુનાં બે પાસાં હોઈ છે. એક પાસું સારું અને બીજું ખરાબ. પણ વિશ્વાસ એક એવી ચાવી છે જે હંમેશને માટે બધા જ તાળાંમાં ચાલે છે. પણ એમાં પણ ખરાબ પાસું તો છે જ, એમાં પણ વિશ્વાસઘાતની ઈન્સીકીયોરીટી તો છે જ. સબંધોમાં ગમે તેટલો વિશ્વાસ રાખ્યા હોવા છતાં એવું બની જ શકે છે કે વિશ્વાસઘાતનો સામનો કરવો પડે.

આવું અજુકતું થાય ત્યારે એમ સમજવું કે ના મળ્યું એ અતીસારું. જયારે કઈ મળ્યું છે તો એ સારું છે, ત્યારે જે નથી મળ્યું એ અતીસારું(વધારે સારું) છે. પરંતુ સામાન્ય રીતે આવું બનતું નથી. જયારે પતિ-પત્ની કે પ્રેમી-પ્રેમિકા એકબીજાં પર પુરતો વિશ્વાસ રાખી યોગ્ય સ્પેસ આપતાં હોઈ ત્યારે આવું અજુકતું બનતું નથી. બધાને પોતાની અને એમનાં પરિવારની વેલ્યુ(ઈજ્જત) ખુબજ વ્હાલી હોઈ છે, કોઈ કદાપી એવું ઈચ્છતા નથી કે એમની ઈજ્જત પર કઈ લાંછન લાગે, ત્યારે સામાન્ય રીતે આવું બનતું નથી.

પ્રેમનો સબંધ માત્ર વિશ્વાસ પર જ ચાલે છે ત્યારે એક વખત ગળા સુધીનો વિશ્વાસ રાખી તમારાં સાથીને મોકળાશ આપી તો જુવો. પ્રેમમાં સો ગણો વધારો થઇ જશે અને અનેરો પ્રેમથી ભરપુર ખુશનુમાં માહોલ સર્જાય જશે.

Advertisements

3 thoughts on “I LOVE YOU; પ્રેમ દેખાડો નહી આપો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s