સ્માર્ટ સીટી તરફ દોડતાં ઓ અતિબુદ્ધિશાળીઓ! જરા થોભો.

એક નવી શરૂઆત

IndiaTvd57f55_narendra-modi-1

માનનીય વડા-પ્રધાન, પ્રખર વક્તા અને વિકાસનાં આગ્રહી સાહેબ શ્રી નરેન્દ્ર મોદી. આપનું વિકાસની દ્રષ્ટીએ એક નવું સ્ટેપ, સ્માર્ટ સીટી યોજના, જાણીને અત્યંત પ્રસન્નતા અનુભવાય છે. આપની દિવ્ય દીર્ઘદ્રષ્ટિ પ્રમાણે, તમે અને આપણે સાથે મળીને, સ્માર્ટ-સીટી(કન્સ્ટ્રકશન-માત્ર બાહ્ય બિલ્ડીંગો) તો બનાવી લઈશું પણ સ્માર્ટ સીટીમાં રહેવા માટે સ્માર્ટ-માણસ કેવી રીતે બનાવીશું? માણસને પણ સ્માર્ટ બનવું જરૂરી છે ને! જો સ્માર્ટ-સીટીમાં સ્માર્ટ-માણસો નહી હોઈ તો તો બાવા આગળ બાસમતી અને કાગળો દહીંથરું લઇ ગયો એવું નહી થાય! થાય જ ને!? તમારું શું કહેવું છે?

વાંચતાં-વાંચતાં વચ્ચે એક મિનીટ આપની લઉં છું, પ્રેમ-પૂર્વક એક વિનંતી છે. વાચક(વાંચનારાઓ) પોતાનાં રીવ્યુ(વિચારો) નીચે આપેલ કોમેન્ટના ચોરસ ડબ્બામાં કહે, જેથી આપના રીવ્યુ તથા વિચારો જાણી કૈક નવું સર્જન આપ સુધી લાવી શકું.

હવે આગળ . . .

સ્માર્ટની પરિભાષા બદલાઈને બીજાને છેતરી કે અવખોડી કે નિંદા કરી કે કુટેવો પાડી કે ખોટી હોશિયારી કરી પોતાને સ્માર્ટ સાબિત કરવું એવી બની ગય છે.

અત્યારનાં કળયુગમાં જયારે માનવ-જીવન ખલ્લાસ(એટલે ખોટા અર્થે સ્માર્ટ) થઇ જવાની હરોળમાં છે ત્યારે જો આપણે આપણા જીવનને સુગંધી(સાચાં અર્થે સ્માર્ટ) બનાવવું હોઈ અને જીવનને(ખોટા અર્થે સ્માર્ટ થતું) બચાવી રાખવું હોઈ એટલેકે સાચાં અર્થે સ્માર્ટ બનવું હોઈ તો અમુક બાબતો જે નીચે દર્શાવી રહ્યો છું એ જાણવી, વિચારવી, સમજવી, સ્વીકારવી અને જીવનમાં ઉતારવી અત્યંત જરૂરી છે.

ફક્ત જાણી લેવાથી કે વિચારવાથી કે સમજવાથી કે સ્વીકારવાથી જ કઈ નહી થાય એ બાબતોને પોતાનાં જીવનમાં ઉતારવી પણ અત્યંત જરૂરી છે.

  • સ્માર્ટ-સારું વાતાવરણ(આપની આસપાસ) બનાવજો અને સારું વાતાવરણ જળવાઇ રહે એવાં પ્રયત્ન કરજો.

  • સ્માર્ટ-સારી ટેવ પાળજો અને અન્યને સારી ટેવો પાળવામાં મદદ કરજો.

  • સ્માર્ટ-સારી સંગત રાખજો અને સારી સંગતને મદદરૂપ રહેજો.

  • સ્માર્ટ-સારી વિચારધારા રાખજો અને સારી વિચારધારા અન્ય સુધી પહોચે એવું નક્કી કરજો.

સ્માર્ટનો જમાનો આવ્યો છે સાહેબ, જમાના પ્રમાણે જો જૂની વાતોને(શિખામણોને) નવું સ્વરૂપ આપવામાં નહી આવે તો આજનો સ્માર્ટ માણસ એ વાતોને(શિખામણોને) ગણકાર્યા વગર જ હાંકી કાઢશે. પણ એવાં સ્માર્ટ માણસને એ સમજાવવું અનિવાર્ય છે કે તું ખાલી કપડાં અને રંગરૂપથી જ સ્માર્ટ છે નહી કે બુદ્ધિ, વાણી, વર્તનથી.

વાત જરા ગંભીર છે માટે ધ્યાનથી વાંચવા, વિચારવા અને અમલમાં મુકવા વિનંતી.

 

સારું વાતાવરણ

માણસનું વાતાવરણ એમનાં વિચારો અને માનસિક સ્થિતિને રંગરૂપ આપે છે

  • આજનાં કળયુગનું વાતાવરણ એ સેક્સ અને પોર્નોગ્રાફીનું વાતાવરણ બની ગયું છે. રાત્રે સુતાં પહેલાં પોર્નોગ્રાફી જોઇને સુવું એ શોખ બનતો જાય છે. અમુક મુર્ખ અને અતિબુદ્ધિશાળી(પપ્પુ) લોકો આ પોર્નોગ્રાફી જેવાં વિનાશક તત્વને ‘કુલ’ શબ્દો વડે નવાજે છે, જેથી ઘણાં ઘેટાવ માફક, લોકો પણ પોતાની વાસના પૂરી કરવાં અને પોતાને ‘કુલ’ સાબિત કરવાં સાથ પુરાવે છે. અને આ જ વિનાશની સરુઆત છે. (અહી વિનાશક શબ્દ બાળકો(૧૫-૧૮ વર્ષથી નાના) માટે વાપર્યો છે.) પોર્નોગ્રાફી, સેક્સ એજ્યુકેશન જેવાં બીજાં અનેક કોન્સેપ્ટ અને એનાથી બનતું વાતાવરણ આજનાં યુવાનોને માનસિક રીતે પાયમાલ અને વાસનાયુક્ત બનાવી એનું અસ્તિત્વ ખતમ કરી નાખે છે. જો આવાં વાતાવરણની બહાર નીકળશું નહી તો નક્કી જ છે કે જીવન ગટર જ બનશે. અને અકાળે એવાં વાતાવરણને ઊભાં કરવાની જરૂર શું છે? કઈ જ નહી.

માટે હંમેશા સારું વાતાવરણ બનાવવું જેથી યુવાનોને પોતાનાં જીવનમાં ધ્યેય મળે, જીવનનો સાચો અર્થ સમજાય, એ હંમેશા ધ્યેય તરફ રહે અને ધ્યેય પ્રાપ્ત કરવામાં સફળ. એ પછી ઘર હોઈ કે શાળા/કોલેજ દરેક જગ્યાએ સારું વાતાવરણ રહે એ અત્યંત જરૂરી છે.

સારી ટેવ

સારી ટેવ માણસનાં વિચારોને એક દિશા આપવામાં મદદ કરે છે

  • આજનો યુવાન દારૂ, સિગારેટ, પાન-મસાલા, ગુટખા, ચરસ-ગાંજો અને વેશ્યાવૃતિ સુધીની અત્યંત ભયંકર વિનાશક કુટેવોવાળો થતો જાય છે અને સમાજ પ્રત્યેની ફરજ બજાવવાનું ઢોંગ કરતાં લોકો એને સ્માર્ટનેસ કહે છે. આ કુટેવો દ્વારા કઈ મળતું નથી, બસ જીંદગી લાચાર, ખોખલી, મોથાજ અને પાયમાલ બનીને રહી જાય છે. અને આમાં પણ એક વાત છે કે આ બધી ટેવો(વસ્તુઓ) ખરાબ, હલકી છે એ અત્યારે ખબર નહી પડે પણ જયારે રેલો આવશે ત્યારે ખબર પડશે.

એની સામે સારી ટેવો માણસને એનાં ધ્યેય તરફ લઇ જાય, આગળ વધવામાં મદદ કરે, છે. સારી ટેવો દ્વારા માણસ ઘણી બધી પ્રસંસા અને કીર્તિ પ્રાપ્ત કરી શકે છે. જેમકે મહાત્મા ગાંધીજીની સત્ય બોલવાની અને અહીંસાનું પાલન કરવાની સારી ટેવનાં ફળ સ્વરૂપે, ક્રૂર એવાં બ્રિટિશ શાસનમાંથી પણ મુક્ત થવામાં ભારત સફળ રહ્યું હતું. ભગવાન મહાવીર દયા, કરુણા, અહીંસા, જીવ માત્રે પ્રેમની ભાવના અને બીજી અનેક સારી ટેવોનાં ફળ સ્વરૂપે કેવળજ્ઞાની બન્યા અને મોક્ષે ગયાં હતાં. બની શકે કે સારી ટેવ માણસને આખી જીંદગી સુધી, જે બાહ્ય ભોગ વિલાસ છે તે, કઈ નાં આપે પણ જીવન હંમેશા સુગંધી જરૂર બનાવે છે. ગાંધીજીનાં જીવનમાં, આપણે મોજશોખને જે નજરે જોઈએ છીએ એવાં, મોજશોખ ન હતાં. એમ પણ કહેશો કે ગાંધીજીને પોતાની સારી ટેવો દ્વારા કઇ મળ્યું નહી. . .(તો શું એ મુર્ખ હતાં કે એમણે આવી ટેવો પસંદ કરી?) . .પણ સાચાં અર્થમાં માણસ મરીને પણ જીવતો રહે એ જ સાચો માણસ(સ્માર્ટ) કહેવાય અને એ જ એમનાં માટે સૌથી મોટી ઉપલબ્ધી કહેવાય અને એ સાચો માણસ સારી ટેવો દ્વારા જ બની શકે છે. બાકી તો રોજ લાખો માણસો અને પશુઓ મરતાં હશે !

સારી સંગત

સારી સંગત માણસનાં ધ્યેય પૂર્ણ કરવામાં મદદરૂપ બને છે

  • સારી સંગત રાખવી એ પણ જરૂરી છે. ‘સંગ એવો રંગ’ એ કહેવત આપણે સૌ જાણીએ છીએ. માણસ જેવું જુવે, જેવું સાંભળે અને જેવું અનુભવ કરે એવું જ કાર્ય કરે છે અને જો સંગત સારી હશે તો આંખોથી સારું જોશે, કાનથી સારી વાતો સાંભળશે, મનથી સારું વિચારશે અને શરીર વડે સારા કર્યો કરશે. સંગત એવી અસર એ સ્વાભાવિક છે. આગળ કહું તો પપ્પુઓનાં લિસ્ટમાં એક નામ વધારે એટલે એવાં લોકો જે બીજાની નકલ કરે છે અને અવખોડે છે. નકલ કરવી અને બીજાનું સારું કાર્ય અવખોડવું એ એવાં માણસનું બેઝીક વર્તન હોઈ છે. પણ જો આ લોકો પણ કોઈ સારી સંગતમાં આવી જાય તો પોતાની લાઈફ મેળવી શકે છે, પછી બીજાની લાઈફ મેળવવા ભાગવું કે બીજાને અવખોડવું પડતું નથી.

આપણે ત્યાં સારી સંગતમાં આવવાથી પરિવર્તનનાં ઉદાહરણ પણ ઘણા છે. ચંડકૌશિક નાગ પણ મહાવીરની સંગતમાં આવતાં એનો ક્રોધ શાંત પાડવામાં સફળ બન્યો હતો અને મરીને દેવલોકમાં ગયો હતો. અને ખરાબ સંગતે ચડતાં પોતાનું જીવન વેર-વિખેર કરી નાખતાં ઉદાહરણ પણ, મેં અને તમે ઘણા જ જોયાં છે.

સારી વિચારધારા

સારી વિચારધારા માણસ ને ઉત્કૃષ્ટ માણસ બનાવે છે

  • આખરે પણ સૌથી અગત્યની, જરૂરી એવી વાત એ સારી વિચારધારા. જો સારું વાતાવરણ, સારી ટેવ અને સારી સંગત આ બધું હોઈ તો સારી વિચારધારા આવતાં જાજી વાર લાગતી નથી. કેમ કે પહેલાં જેમ કીધું એમ કે માણસ જેવું જોશે, જેવું સાંભળશે, જેવું અનુભવ કરશે, જેવું વિચારશે એવું જ કાર્ય કરશે. આમાં થી એક પણ જો ન હોઈ તો ચાલતું નથી. માણસને વાતાવરણ સારું મળ્યું પણ જો સારી સંગત નાં હોઈ તો એનું પરિણામ ખરાબ કે નબળું જ આવશે. સારું વાતાવરણ અને સારી સંગત બંને મળ્યું પણ જો સારી ટેવ અને સારી વિચારધારા નહી હોઈ તો પણ બધું નકામું છે. માટે સફળ થવા(સ્માર્ટ બનવાં) અને જીવનને સુગંધી બનાવવાં આ ચાર બાબતો અત્યંત જરૂરી છે.

સ્માર્ટ સીટી(માત્ર બિલ્ડીંગો)તો હમણાં બની જશે પણ, ચાલો પહેલાં સ્માર્ટ માણસ બનીએ. ચાલો કોઈકને મદદરૂપ થઈએ, કોઈનું દુઃખ સાંભળીયે અને દુઃખ દુર કરવાનો પ્રયત્ન કરીએ, ચાલો કોઈની હતાશાને દુર કરીએ, ચાલો કોઈક ગરીબને સહાય કરીએ, કોઈક થાકેલાનો વિસામો બનીએ, કોઈ વૃધનો આસરો બનીએ, ચાલો માણસ-માણસ રમીએ.

તો ચાલો આપણે સૌ સ્માર્ટ બનીએ. . . અને  સ્માર્ટ  સીટીનું  સ્વપ્ન  સાકાર  કરીએ.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s