ખેલ પૈસાનો-નારાધમતા માણસોની

આખા જગતમાં સૌથી વધારે મહત્વ મેળવતી કોઈ વસ્તું એટલે પૈસો. નાના, મોટા, યુવાનો , વૃધો, પરણેલા, કુંવારા, સ્ત્રી, પુરુષ, બધા સંસારી તેમજ સંતોને પણ પૈસાની જરુર પડે છે. પૈસો માણસને બધું જ આપે છે સિવાય કે કુદરતી સંસાધનો. અત્યારે પાણી પર કર(ટેકસ) તો ચૂકવી જ રહ્યા છીએ, નજીકના સમયે હવે કદાચ એ પણ શક્ય બની જશે કે કુદરતી સંસાધનો જેમ કે હવા મેળવવા માટે પણ કર(ટેકસ)ના નામ પર પૈસા ચુકવવા પડશે. પૈસાથી દુનિયાની લગભગ તમામ વસ્તુઓ ખરિદી શકાય છે. વસ્તુ સુધી તો ઠીક, પણ પૈસા ફેકતા માણસને પણ ખરિદી લેવાય છે. માણસ પૈસાની લાલચમાં કે પછી જરૂરિયાતમાં પૈસાને જ પરમેશ્વર સમજીલે છે.

જે રીતે માણસને જીવવા માટે શ્વાસ લેવું અને છોડવું અત્યન્ત્ત જરૂરી છે, એવી જ રીતે આજના આ ફેસબુક(facebook), વોટ્સેપ(whats app), હાઇક(Hike), ટવીટર(Twitter)નાં સમયમાં દિવસે ને દિવસે પૈસાનું મહત્વ વધતું જાય છે, કેમ કે અત્યારની જીવનશૈલી પહેલા કરતા બદલાઈ ગઈ છે અને એટલે જ પૈસાનું હોવું એ ખુબ જ જરૂરી બની ગયું છે. માણસની ઓળખાણ હવે એના વર્તન, સ્વભાવ, જાત, જ્ઞાત, કુળ, ધર્મ કે નાગરિકતાથી નહિ પણ પૈસાથી થાય છે. જેની પાસે વધારે પૈસા છે એ સમાજમાં ઉચું સ્થાન પ્રાપ્ત કરે છે અને પૈસા ના હોઈ એ વ્યક્તિને આપડો સમાજ ઓળખતું પણ નથી.

પૈસા ના હોઈ અને કોઈ બહારની વ્યક્તિ અપમાન જનક વર્તન કરે એ તો સમજાયું પણ પૈસા ના હોવાના કારણે ઘરનાં મોભી સદસ્યને પણ તું કોણ! અને હું કોણ! એવી રીતે વર્તવામાં આવે છે, અને જો કોઈ પૈસાદાર માણસ રસ્તા પર મળી જાય, ભલેને પછી તે વ્યક્તિ અજાણ્યો કેમ ના હોઈ! તો પણ એને સાહેબ કેમ છો કહીને માન આપવામાં આવે છે, અને પેલા ઘરના માણસને અવગણી, હાકી કાઢવામાં આવે છે.!! કમાલ છે ને બાકી!!

પહેલા માણસો એકબીજાને પ્રેમ કરતા હવે માણસ-માણસને મૂકીને પૈસાને વધારે પ્રેમ કરવા લાગ્યો છે.પૈસા ના હોઈ તો એક વ્યક્તિ પણ તમારા ભાવ પૂછવા આવતું નથી, કોઈ સંભાળ રાખવા તૈયાર થતું નથી. પૈસા વગરના માણસને એકલો કરી દેવામાં આવે છે. આ પૈસાએ માણસની માનસિકતા બદલી નાખી છે.

પૈસો છે ! તો દુનિયા તમારી – નથી ! તો દુનિયા મારનારી.

માણસને પોતાનું અને એના પરિવારનું જીવન શાંતિથી અને સુખેથી વિતાવવા માટે પૈસાની જરુર પડે એમાં કોઈ જાતનો વાંધો છે જ નહી. સામાન્ય જરૂરિયાતો જેવી કે સારું પાક્કું મકાન, સારી ગુણવત્તાવાળું ભોજન, પહેરવા માટે ટોપ ક્લાસ્સ કપડાં, ઘરમાં શોભે એવું ફર્નીચર, ઘરવકરીનાં બીજા જરૂરી સાધનો જેમ કે ટીવી, ફ્રીજ, કોમ્પુટર, મોબાઈલ, લેપટોપ, બાઈક, મોટર અને બીજાં અન્ય સુખ-સાહિબીનાં સાધનો લેવાં માટે સ્વાભાવિક છે કે પૈસાની ખૂબજ જરુર પડે. હા એ વાત સાવ સાચી છે કે પૈસાથી માણસ પોતાનાં પરિવાર જનોને બધીજ સુખ-સાહિબી આપી શકે છે અને એમની બધીજ જરૂરિયાતો પૂરી પાડી શકે છે. હવે આ વાત જાણતા તો એમ જ લાગે કે, પૈસા છે તો બધુજ છે અને પૈસા નથી તો કાંઈજ નથી.

પણ શું ખરેખર સાવ આવુંજ છે ?

લગભગ દુનિયામાં બધાજ લોકો એકસરખું કામ કરી રહ્યા છે, પછી તે કોઈ મોટા ડોક્ટર હોઈ કે કોઈ અડવોકેટ(Advocate) કે પછી એન્જીનીયર હોઈ, પણ કામ એકજ કરી રહ્યા છે. એ છે પૈસાની પાછળ ભાગવાનું. ડોક્ટરને બીમારી કહેવાની પહેલા જ એની ફીસ(fees) વિશે પૂછવું પડે છે અને આજકાલ હોસ્પિટલોમાં તો પહેલા રૂપિયા આપો તો જ ઈલાજ ચાલુ થશે એવું સ્પષ્ટપણે કહી દેવામાં આવે છે. માણસ મરતો હોઈ તો ભલે પણ પહેલાં નોટ્યા(પૈસા) લાવો તો જ ઈલાજની વાત કરવાની. ડોક્ટર માણસને મૃત્યુંના સમયે બચાવી લેનારો ભગવાન માનવામાં આવે છે. ભગવાનના ઘણા સ્વરૂપોમાં એક સ્વરૂપ ડોક્ટર કહેવાય છે પણ જો એ ડોક્ટર પણ ઈલાજને બદલે પહેલા પૈસા ! માંગતો અને માનતો હોઈ તો પૈસાને પ્રથમ સ્થાન તો આપવું જ પડે ને! કે નહિ?

જીવનમાં પૈસાનું સ્થાન અગત્યનું છે એ બરાબર, માની લીધું! . . . પણ કેટલું અગત્યનું?

પૈસાથી સુખ-શાંતિ બની રહે ત્યાં સુધી એની જંખના ઠીક છે પણ એથી આગળ નહિ. આજની એકવીસમી સદીમાં માણસો માત્ર થોડાક રૂપિયા માટે એકબીજાનું ખૂન કરી નાખે છે, ભાઈ-ભાઈ હોઈ કે ગમે તે હોઈ. પૈસાની લાલચમાં કોઈની સાથે પણ બળાત્કાર કરી નાખે છે, એ કોઈ અજાણી સ્ત્રી હોઈ કે ઘરની લક્ષ્મી હોઈ કે ગમે તે હોઈ. અરરે નાનકડી માસુમ જેણે હજી તો આ શ્રુષ્ટીમાં પાપાપગલી ભરતાં પણ શીખ્યું નથી એવી કોમળ દીકરીનું બળાત્કાર કરી એને આખી ચુથી નાખવામાં આવે છે, શું માંડ્યું છે આં? આવી તે કેવી વાસના? કેવી પૈસાની ઘેલછા? વધારે આગળ, પૈસા મેળવવા માટે માતાપિતા પોતે જન્મ આપેલ બાળકને પણ વેચી નાખે છે, પૈસા સામે બીજું કશું જોવાતું જ નથી. આહાહા.. પૈસાની એવી તે કેવી જરૂરિયાત કે માતા-પિતા એના સંતાનને વેચી મારવા સુધી મજબુર છે..? વળી બીજી તરફ, લુંટફાટમાં, ઘરમાં પોતાનું વૃદ્ધ જીવન પસાર કરનાર લાખો –

વૃધોને મોતને ઘાટ ઉતારી ઘરમાંથી પૈસા ચોરીનાં બનાવો કઈ ઓછા છે..? પૈસા માટે એકજ પરિવારના લોકો એકબીજાનું ખૂન કરી નાખે છે. સગી માં પણ એક વખત પોતાની દીકરી કે દીકરાનું, દોલત મેળવવા, ખૂન કરતાં પેલા વિચારતી નથી.

આહાહાહા. . .શું પ્રજા આવી છે, એકદમ ગૌરવને પાત્ર!

પૈસો આટલો અગત્યનો..? પૈસાની ઘેલછામાં નરાધમ બનવું એ કેટલું વ્યાજબી..?

વડીલો કહી ગયા કે કોઈ પણ વસ્તુનો અત્તીરેક્ત એ માણસને વિનાસની તરફ લઈ જાય છે, અને વિનાસ્કાળે વિપરીત બુદ્ધી. માણસનો સમય ખરાબ ચાલી રહ્યો હોઈ ત્યારે એની બુદ્ધિ પણ એનો સાથ આપતી નથી. પરંતુ સમય કેવો ચાલી રહ્યો છે એ માણસે કરેલા કર્મો–કાર્યો પર જ આધાર રાખે છે. જેવા કર્મો કરેલા હશે એવાજ જ તો એના ફળ મળશે. વિક્રમભાઈનું આંસુએ રોવડાવી દે એવું એક કરુણગીત આ સમયે ખુબ યાદ આવે છે. .

કર્મો કરેલાં મુજને નડે છે, હૈયું હીબકાં ભરીને રડે છે.

જીવવા ચાહું તો જીવાતું નથી, મરવા મથું તો મરાતું નથી. વિક્રમભાઈ આગળ ગાતાં કહે છે કે,

જાણ ન હતી મને આ પરિણામની, તો કરત નહી સંગત બુરાકામની

મેં પ્રયાસો કર્યા મારવાં જીંદગી, કર્મ મુજને સફળ ન થવાદે કદી

કર્મો કરેલાં મુજને નડે છે, હૈયું હીબકાં ભરીને રડે છે.

જીવવા ચાહું તો જીવાતું નથી, મરવા મથું તો મરાતું નથી.

પણ આ ગીત સાંભળ્યાં બાદ, સમજ્યા બાદ, મનન કર્યા બાદ, જીવનમાં ઉતારતાં લોકો અમુક જ જોવા મળે છે.

પૈસા વગરનું બધું જ નકામું એ અમૂક હદ સુધી વ્યાજબી ગણી શકાય, પણ સાવ આવુંજ છે એવું તો નથી જ. સામાન્ય રીતે પૈસા પાછળ દૌડ મૂકતા લોકોનું કહેવું એવું હોઈ છે કે અમે મજબુર છીએ. આ પણ સત્ય છે ખરા..?

માણસ જયારે પોતાની હદ ભૂલી જાય છે ત્યારેજ દુનિયા એ માણસને એની હદ પાર કરવા માટે મજબુર બનાવી દે છે. પૈસાથી મજબુર માણસ પાસે ગુમાવવા માટે આમ તો કઈજ હોતું નથી અને જો ત્યારેજ એ વ્યક્તિ પોતાની આ મજબૂરી ને સાચા માર્ગે લઇ જાય તો તે આ મજબૂરી માંથી બહાર નીકળી જ શકે છે. મજબુર માણસે પૈસા કમાવા માટે ખોટું કામ કરવું જરૂરી નથી અને જરાક આગળનું વિચારો તો ખોટું કામ કરવાવાળો માણસ જ અંતમા મજબુર બની જાય છે, કે નહી??

પૈસા પાછળ આટલી ઘેલછા જોયાં બાદ મને કેટલાંક પ્રશ્નો થાય છે… જે કદાચ બીજાં ઘણા લોકોને પણ આજ સુધી થયા જ હશે…

 1. પૈસાનું આટલું મહત્વ શા માટે? શું માત્ર પૈસા જ આ દુનિયામાં બધું જ છે?
 2. પૈસા માટે ખૂન કરવું, બળાત્કાર કરવું, ચોરી કરવી કેટલું યોગ્ય ગણાય ?
 3. અમૂક નોટ્યા મેળવવા માટે પોતાનાં જ સગા સંત્તાનોને મારી નાખતાં એ માતાપિતાને જરા પણ આઘાતની અનુભૂતિ નઈ થતી હોઈ?
 4. પૈસા માટે સબંધોની રાસલીલા રમતાં પહેલાં કઈ તો વિચાર ! હો માણસ !

                           

વધુમાં આગળ કહું તો, વિદેશોમાં પતિ-પત્ની કે પછી બોયફ્રેન્ડ-ગલફ્રેન્ડ બીજા અન્ય પુરુષ કે સ્ત્રી સાથે રાજીખુસીથી કામક્રીડા મનાવવા માટે કહે છે અને આ કાર્ય કરવા બદલ પૈસા લેવા કે આપવામાં આવે છે. આ તે કેવો સંબંધ!! કેવી માણસાઈ!! પશુઓ પણ મોર્ડન બનતાં જાય છે ત્યારે માણસ, માણસ હોવાનું ભૂલી ગયો છે.

પૈસા માટે આટલી ઘેલછામાં માણસ એ પણ ભૂલી ગયો છે કે આ પૈસા મૃત્યુ બાદ અહીં જ રહી જવાના. મરી ગયા બાદ આ પૈસા શું સાથે આવસે સ્વર્ગમાં? સાથે આવે તો પણ સ્વર્ગમાં પૈસાનું શું મહત્વ?

સ્વર્ગ એટલે પરમેશ્વર પરમાત્માનું–ભગવાનું સ્થાન. જેણે આ અદભુત શ્રુષ્ટિનું સર્જન કર્યું, જેણે માણસ બનાવ્યો, જેણે જીવ માત્રનું સર્જન કર્યું, એવા અલૌકિક પરમાત્મા પરમેશ્વરનાં સ્થાન પર પૈસા જેવી વસ્તુનું શું કામ? પરમેશ્વર પણ એનોજ હોઈ શકે જે લોકો પરમેશ્વરે બનાવેલી આ શ્રુષ્ટિને માન આપે, પણ લોકો તો આજે પરમેશ્વરને જ ભૂલી ગયા છે અને પૈસા ને જ પરમેશ્વર માની રહ્યા છે. એટલે જ કહ્યું છે પૈસો મારો પરમેશ્વર.

Advertisements

7 thoughts on “ખેલ પૈસાનો-નારાધમતા માણસોની

 1. મૌલિકભાઈ આપે એક્દમ સચોટ લખ્યું છે.

  ધનનો નાદ છોડીને જ્યારે હું સત્યની શોધ કરવા લાગ્યો ત્યારે મારા પડછાયે કોઇ ઊભુ રહેતું નથી. /// માણસની પાસે ઉડાઉ બનવા જેટલો પૈસો જમા થતાં તે શ્રમ કરવાનું મૂકી દઇને એ વધારાનાં પૈસા વડે પૈસા ખેંચવાનાં રસ્તા શોધવા લાગે છે, અને એથી બીજાનાં દુઃખ અને શ્રમમાં વધારો થાય છે. – Leo Tolstoy

  Liked by 1 person

 2. મૌલિકભાઈ આપે એક્દમ સચોટ લખ્યું છે.

  ધનનો નાદ છોડીને જ્યારે હું સત્યની શોધ કરવા લાગ્યો ત્યારે મારા પડછાયે કોઇ ઊભુ રહેતું નથી. /// માણસની પાસે ઉડાઉ બનવા જેટલો પૈસો જમા થતાં તે શ્રમ કરવાનું મૂકી દઇને એ વધારાનાં પૈસા વડે પૈસા ખેંચવાનાં રસ્તા શોધવા લાગે છે, અને એથી બીજાનાં દુઃખ અને શ્રમમાં વધારો થાય છે. – Leo Tolstoy

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s