હતાશાને ડીલીટ કરી…સેલીબ્રેટ કરો અને હસતાં શીખો

                                           યુવાનો એ દેશનું પ્રતિબીંબ છે, દેશનું ભવિષ્ય છે ત્યારે દેશમાં આત્મહત્યાનાં સૌથી વધારે કેસ યુવાનોના જ જોવા મળે છે. આજનો યુવાન જુસ્સાથી ભરપુર પણ છે અને અત્યંત સેન્સીટીવ પણ છે. આ આર્ટીકલ એ બધા યુવાનોને સમર્પિત છે જે પોતાની શક્તિ જાણ્યા વગર જ હાર માની બેશે છે અને આત્મહત્યા જેવું પગલું લેવા તૈયાર થઈ જાય છે.

                                         આત્મહત્યાનાં વિચારો તો કાયરો કરે, આપડે તો વીર સંતાનો છીએ. વીરતા અને સાહસિકતાના ગુણો તો આપડી નસ-નસમાં દોડ મારે છે. તો શા માટે આવાં બાયલા વિચારો આવે છે  અને શા માટે ફેઈલ્યર મેનેજમેન્ટ જેવો કોન્સેપ્ટ લાવવાની જરૂર પડે છે એની નાનકડી જલક દેખાડતો આ એક પ્રસંગ છે, જે કદાચ તમામ યુવાન વિદ્યાર્થીઓની લાઇફમાં એક વખત બની ગયો હશે.

હું અને મારો મિત્ર મયુર, મારા ઘરની બહાર આવેલ ચોકમાં બેઠાં હતાં અને સુખ-દુખની વાતો કરતાં હતાં. અમે બંને એક પ્રોફેસનલ કોર્સ કરી રહ્યા હતાં. એકાએક મયુર એ કહ્યું કે યાર, હવે બસ થયું. હું તો આ કોર્સમાંથી ક્વીટ કરવાનું વિચારુ છું. મયુર સમજુ અને પીઢ હતો, તે હાર માંનીલે એવો ના હતો. એનો અચાનક જ આવો નિર્ણય સાંભળીને હું આશ્ચર્યમાં પડી ગયો. અમે બંને આ કોર્સની મધ્યમાં, એટલે કે, બસ એક સ્ટેપ આગળ વધારે, એટલી જ દુર હતાં. મેં પૂછ્યું ભાઈ, વાત શું છે એ તો કે, મયુર ગુસ્સામાં હતો અને પોતાનાથી નાખુશ પણ. એને કહ્યું કે યાર, અહિયાં જ અટકીને બેઠો છું, ત્રણ વખત ટ્રાય(પરીક્ષા) આપી, છતાં હજુ કઈ સારું રીઝલ્ટ આવ્યું નથી. વળી ઘરમાંથી પણ બધા ટકોર(ટોન્ટ) કરે છે કે હવે તો પાસ થઈજા તો સારું. કઈ પાસ કરવાનું મારા હાથમાં થોડી છે યાર. . .મહેનત કરવી મારા હાથમાં છે એ કરું છું યાર. . .   . . અને મારી સાથે હતાં એ લોકો પણ હવે તો આગળ વધી ગયા. હવે તો એ લોકો પણ ટોન્ટ મારે છે. બધા લોકોનો મારા તરફનો પ્રેમ ઓછો થય ગયો છે. અને આટલી વખત ટ્રાય આપી હવે તો મારું ફ્યુચર પણ શું રહેશે યાર. મને તો કઈ સમજાતું નથી અને મને એમ કે મમ્મી-પપ્પા મને સમજશે પણ એ લોકોને મારી પરિસ્થિતિ સમજવાને બદલે મારું રીઝલ્ટ જોઈએ છે. બીજાં બધા સમજે નહિ તો જવા દઈએ પણ યાર મારા પોતાનાં લોકો મને સમજતાં નથી. હવે તો મરી જાઉં તો થાઈ. આમાં તું જ કે શું કરવું?

નવું નવું નવ દિવસ રહેશે પછી બધા ભૂલી જઇશે. માણસની પ્રકૃતિ જ એ પ્રકારની છે. અને જે પાસ થય ગયાં એનું ચાર દિન કી ચાંદની ફિર અંધેરી રાત એવું પણ બની શકે છે. જયારે આવી અનમોલ જીંદગી મળી છે, તો શા માટે એક ક્ષણ પણ નિરાશ થવું? નિરાશ થાઈ આપડા દુશ્મન, આપડે તો નિરાશાને પણ સેલીબ્રેટ કરીને કહેવાનું કે તું પણ શું યાદ રાખીશ?

લાઇફમાં સુખ દુઃખ તો ચાલ્યા જ કરવાનું. એ એક જ સાયકલનાં બે વ્હીલ સમાન છે. સાયકલમાં જે રીતે બંને વ્હીલ એક સાથે ચાલે છે તેમ જ જિંદગીની સાયકલમાં સુખ-દુઃખના બંને વ્હીલ એકી સાથે ચાલે છે. જયારે સુખનું પયણું આગળ વધે છે તો એની સાથે સાથે દુઃખનું પયણું પણ એની રેસમાં આગળ આવે છે. આમ સુખ અને દુઃખ બંને એકી સાથે જ એક જ સાયકલમાં ચાલ્યા કરે છે.

જીવનમાં આવતી હતાશાની તમામ ક્ષણોને હંમેશને માટે ડીલીટ કરી દો. હા, એ હતાશા માંથી શીખ(શિક્ષા) જરુર લેવી અને બીજી વખત એ બાબત ધ્યાનમાં રાખવાની. પણ હતાશા આપડા મનમાં ઘર કરીને બેસી રહેવી ના જોઈએ. મન તો બિલકુલ ખુલ્લું અને સ્પષ્ટ રાખવું જોઈએ જેથી નવા વિચારો અને નવું કૈક કરવાનો મોકો મળી શકે.

જોવા જઈએ તો આપડું જીવન એ એક ઉખાણા સમાન છે. અને બધાજ લોકો એ ઉખાનાને સોલ્વ કરવામાં જ પોતાની આખી જીંદગી વેડફી નાખે છે. ભવિષ્યમાં શું થશે? મારી લાઈફ કેવી હશે? ૨૦૨૦માં દુનિયા ક્યાં હશે? મારું ફ્યુચર તો સારું હશે કે નહિ? મારી પાસે પૈસા તો હશે ને? આ બધા સવાલોના જવાબ બસ એક જ હોઈ શકે કે, વેઇટ એન્ડ વોચ. કેમકે, ભવિષ્ય જો મનુષ્ય જાણી લે તો તો દુનિયામાં બીજું કઈ કરવાની જરુર જ નથી ને! એટલે ફ્યુચરનું વિચાર કરવા બેસવા કરતાં અત્યારે શું છે એ જોવું વધારે યોગ્ય. જો તમારું વર્તમાન સારું છે તો સ્વાભાવિકપણે ભવિષ્ય પણ સારું જ હશે.

વાત એવી છે કે મયુર રાષ્ટ્રીય કક્ષાની એક પ્રોફેસનલ પરીક્ષામાં ફેલ થયો હતો. જયારે હું એ પરીક્ષાના પહેલા ભાગમાં પાસ થય ગયો હતો. મયુર મારાથી એક વર્ષ નાનો હતો. મેં કહ્યું યાર પહેલા તો એ સ્વીકારીલે કે તું ફેલ થયો છે, એક્સેપ્ટ ઈટ. અને એ સમજીલે કે આ રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા છે, ભલભલા પાસ થતાં નથી. ૫/૭ ટકા પરિણામ આવતું હોઈ એમાં તમારી મહેનતની સાથે સાથે નસીબ પણ કામ કરતાં હોવા જોઈએ. તું જાજુ ટેન્સનનાં લે, ટેન્સન લેવાથી પેન્સન નહિ મળે. તો મયુર કહે કે ભાઈ તો કરવું શું? હું સાચે જ કંટાળી ગયો છું. મેં કહ્યું તું કૈક પરિવર્તન લાવ, અમૂક વસ્તુઓ જે ચેન્જ થય શકતી હોઈ એ ચેન્જ કર. જે રીતે અત્યાર સુધી તું સ્ટડી કરતો રહ્યો, એ પેટન બદલાવ. બની શકે કે એક જ એન્ગલથી વાંચતો રહ્યો હો અને પરીક્ષામાં બીજી રીતે સવાલો પૂછ્યા હોઈ અને તને એનો બરાબર જોઈએ એવો જવાબ ના આવડ્યો હોઈ. વાંચન માટેની જગ્યા બદલાવ, જગ્યાનાં પણ ઘણા પ્રભાવ હોઈ છે. વાચવાની મેથડ બદલાવ, માત્ર વાંચન કરતો હો તો હવે સાથે સાથે પોતાની નોટ્સ બનાવાનું ચાલું કર જેથી યાદ પણ રહેશે અને બદલાવ પણ આવશે. બીજા ઘણા બધા રસ્તા છે. મયુર જરા ઉત્સાહમાં આવ્યો, બીજું કઈજ નઈ માત્ર મોટીવેસની જ જરુર હતી.

  •  ડૂબતાંને એક બાકસની કાંડી પણ મદદ રૂપ બને છે તેમ જ મારી મોટીવેસનલ વાતોએ મયુરમાં એક નવો જોસ ભરી દીધો. બસ આજ જરૂરી છે. નિરાશ થઈને બેસી રહેવાથી કઈ મળે છે ખરા? મળતું હોત તો બધા બેઠા જ ના હોત?
  • ઉઠ, ઉભોથા, બેસી રહેવું એ તારી ફિતરતમાં નથી. નસીબ કરશે એમ કહેવા વાળાને એટલું જ મળે છે જેટલું મહેનત કરવા વાળા મૂકી દે છે. સખ્ત મહેનત પણ જરૂરી છે. અને આત્મહત્યાનું વિચારતા લોકો માટે નીચેનો પ્રસંગ ખરેખર વાંચવો જેવો છે.

હું થોડાક દિવસો પહેલાજ એક ટુર પર ગયેલો. ત્યાં એક કપલ એવું જોયું કે એ કપલને જોઇને મારામાં ખુબજ ઉત્સાહ અને પ્રેરણા ભરાઈ આવી. તેઓ પતિ-પત્ની અને એમની દીકરી એમ ત્રણ વ્યક્તિ હતાં. પતિનું નામ મનોહરભાઈ, પત્નીનું કિશોરીબેન. અંદાજે મનોહરભાઈની ઉમર ૬૫ વર્ષ અને કિશોરીબેનની ઉમર ૫૦ વર્ષ હશે. મનોહરભાઈ પગથી ચાલવામાં તકલીફ ધરાવતા હતાં એવું મેં ઓબ્ઝર્વ કરેલું. ટુરના બે દિવસ પુરા થય ગયા હતાં, ત્રીજા દિવસની સાંજે મનોહરભાઈ ગાર્ડનમાં જુલા પર બેઠા હતાં. હું પણ ત્યાં જુલો જુલવા ગયો, મનોહરભાઈ સ્વભાવે ખુબજ હોશીલા અને રમુજી હતાં. હું શરીરે બોડી વાળો, એટલે એને મને કહ્યું કે આવ પહેલવાન બેસ બેસ. હું બેઠો. મારાથી પૂછ્યા વગર રહેવાયું નહિ, મેં પૂછ્યું કે તમને પગે કઈ તકલીફ છે ખરાં? ત્યાં જ કિશોરીબેન આવ્યાં, એને કહ્યું કે એનો એક પગ જ નથી. આ તો ખોટો, લાકડાનો પગ છે. હું તો સાંભળીને જ સ્તબ્ધ થય ગયો. જેને એક પગ જ નથી, લાકડાનાં પગે ચાલે છે છતાં પણ એટલાં ખુસ અને આનંદમાં રહે છે. આપળને સોઈ વાગે ત્યાં તો ઉઈ..માં થય જાય છે.  મેં પૂછ્યું તો તમે આટલા મોજીલા, સતત ખુસ, ઉત્સાહથી ભરપુર, યુવાનની જેમ કઈ રીતે રહો છો?

મનોહરભાઈ રમુજમાં કહે કે હું રણવીર કપૂરનો ફેન છું એટલે ઉત્સાહી અને મોજીલો રહું છું. પછી એમણે આખી વાત શું છે તે મને જણાવ્યું. હું માત્ર વાતનો સાર જણાવું તો એ જ કે જીવનમાં દરેક વસ્તુ ચાલ્યા કરવાની. પૃથ્વી પરની તમામ વસ્તુ નાશવંત છે, શરીર પણ એક દિવસ બળીને ખાખ થય જવાનું. તો શા માટે હતાશ થવું? જે પરિસ્થિતિ છે, એનો સામનો કેવી રીતે કરવો બસ એ જ વિચારવું જોઈએ. હતાશાની એક ને એક વાત મગજમાં રાખવાથી મગજ પણ કંટાળીને કામ કરવાનું બંધ ના કરી દે તે પહેલા જ હતાશામાંથી બહાર નીકળી જવું જોઈએ.

આમ માહોલ ચેન્જ કરવાથી પણ નવા આઈડિયા મળે છે અને મુશ્કેલી માંથી કેમ નીકળવું એના ઉપાય મળી શકે છે. આપડી નિરાશા કે ફેલ થયાની હતાશાને પણ સેલીબ્રેટ કરવી, જેથી હતાશાનો માહોલ જ ના બને. હતાશા આવે ત્યારે હસતાં રહેવું, જ્યાંથી હાસ્ય મળે તે લેવું, નિરાશામાં પણ હસતાં રહેશો તો ક્યારેય હતાશ નહિ થવું પડે. એટલે જ કહ્યું છે કે ‘હસતાં શીખો સાહેબ, રોતાં તો આ જીંદગી અને દુનિયા શીખવી દેશે’.

Advertisements

5 thoughts on “હતાશાને ડીલીટ કરી…સેલીબ્રેટ કરો અને હસતાં શીખો

  1. मने एक वात आवि जे आपने कहु छू .
    एक बेन ऐना पति साथे आफ्रिका रहे .एनो भाई अमे रिका रहे एने मोटर चलावता शिखवानी जबरी होश हती . पण ए नापास थया करती हती . एनो पति उत्साह दीवाने बदले ऐना उत्साह जे थोड़ो बच्यो हतो ए पण भांगी नाखतो हतो . पण ऐना भाई जबरो उत्साह आप्यो अने एने कीधु के तू अमेरिका आव तू कार चलविश अने ए पण तारा पति करता सरस ए बेन अमेरिका आवि अने धमा धम कार चलाववानु शिखिने आफ्रिका गई . पण भडनी dik री लिखित अने कार चलाववानी १७ वखत परीक्षामा नपास थै पण डगी नहीं . जय स्त्री शक्ति

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s