મોજીલા અને મીઠાં જગ્ડાઓ દ્વારા જ પ્રેમ વધારે ગાઢ બને છે

મોજીલા અને મીઠાં જગ્ડાઓ દ્વારા જ પ્રેમ વધારે ગાઢ બને છે

                               પ્રેમ એટલે, ડાયાબીટીસ હોવા છતાં મીઠાઈ ખાવી અને પછી ડાયાબીટીસ કન્ટ્રોલમાં રાખવા અનેક પ્રકારનાં નુસખાઓ કરવાં. અહિયાં મીઠાઈને છોકરી સાથે સરખાવવામાં આવ્યું છે અને ડાયાબિટીસને પ્રેમમાં હલાલ થઇ જવું સાથે સરખાવવામાં આવ્યું છે. ખબર જ છે કે આમાં ડાયાબીટીસ જ થાશે છતાં પણ અનેક યુવાનો આ મીઠાઈ પસંદ કરે છે. યુવાનો જ શા માટે! ઘણા વૃદ્ધો પણ દિલ તો બચ્ચા હે જી એમ માનીને આ મીઠાઈ ખાવાનું કેવી રીતે મૂકી શકે!

પ્રેમ તો અનુભવનું કામ છે. પ્રેમને કોઈ ઉમર, જ્ઞાત, રંગ ભેદ હોતો નથી. વળી પ્રેમનાં ક્યાય પ્રમાણપત્ર હોતાં નથી. હા, લગ્ન થઇ જાય તો કહી શકાઈ કે પ્રેમનું પ્રમાણપત્ર છે પણ વળી સાવ સાચું તો એ પણ નથી. પ્રેમ એને જ થઇ શકે જે બીજાને પ્રેમ આપવાનું જાણતો હોઈ. તમે કોકને પ્રેમ આપસો ત્યારેજ તો કોઈક તમને પ્રેમ આપશે અને એની પણ પહેલા, જયારે તમે ખુદને પ્રેમ કરશો ત્યારે જ તમે બીજા ને પ્રેમ આપી શકશો. પ્રેમ એક એવો અનોખો કુદરતી સંબંધ છે જે માત્ર એકબીજાના સ્વભાવ, દેખાવ, અંગ, વર્તન, વાણી, ટેવ, કુટેવ, શોખ અને એવા બીજા અનેક વ્યક્તિગત લક્ષણોથી બંધાઈ છે નહિ કે લોહીથી. ઘણી વાર “લોહીના સંબંધો કામ નથી આવતાં પણ પ્રેમના સંબંધો કામ આવે છે”  એવું જોવા મળ્યું છે.

બે વ્યક્તિ(કપલ) વચ્ચે પ્રેમનો સંબંધ હોવાની સાથે સાથે પ્રેમ દર્શાવતો મીઠો જગડો પણ હોઈ છે. પ્રેમનો આ મીઠો, ખુસનુંમાં, રોમાન્ટિક જગડો પણ પ્રેમનું જ સ્વરૂપ છે. પ્રેમનો આ મીઠો જગડો લગભગ બધાજ કપલમાં જોવા મળે છે, કોઈમાં ઓછો તો કોઈમાં વધારે એવું બની શકે.

આકાશ અને નયના એક ફાઈવ સ્ટાર હોટેલમાં ખુબજ સજી મજીને ડીનર પર ગયા હતાં. છેલા ત્રણ વર્ષથી આકાશ અને નયના એકબીજાનાં પ્રેમમાં હતાં. નયના અને આકાશ બંને એકબીજાને, આવી મોંઘવારીમાં દસ કિલો તુવેરની દાળ ગીફ્ટમાં આપે, એટલો પ્રેમ કરતાં હતા. આકાશ હેન્ડસમ, શોખીન, મોજીલો, જીજ્ઞાસુ, મહત્વાકાંક્ષી, લવીંગ. કેરીંગ અને બધી રીતે અપ ટુ ડેટ હતો. નયના પણ સ્વર્ગની અપ્સરાઓને પછાડી દે તેવી બ્યુટી ક્વીન અને એમાં પણ બ્યુટી વિથ બ્રેન હતી. ડીનરનો તે દિવસ બંનેની એનીવર્સરીનો દિવસ હતો. બંને જણા હાથમાં હાથ રાખી અને આંખોમાં આખો વડે એકબીજાને પોતે અત્યંત ખુશ અને સંતુષ્ટ છે એમ જણાવી રહ્યા હતાં. પ્રેમ એટલો હતો કે કદાચ એનું વર્ણન કરવા બેસીએ તો દિવસો નીકળી જાય પણ વર્ણન પૂરું ના થાય.

આકાશે નયનાને સરપ્રાઈઝ આપવા આ ડીનર પ્લાન કર્યું હતું. ખરેખર વાતતો ડીનર પહેલા અને ત્યાં પહોચ્યાના દસ વીસ મિનીટ સુધી જે ચાલ્યું એની છે. તો ચાલો જઈએ ફ્લેશ બેક માં. આકાશે નયનાને કહ્યું હતું કે રાત્રે સાત વાગ્યે હું તને કોલ કરીશ ત્યારબાદ જણાવીશ કે શું કરવું. નયના અપ્સરાની જેમ તૈયાર થઇને અને ખુબજ આતુરતાથી એક્જેટ સાત વાગ્યે આકાશનાં કોલની રાહ જોઈ રહી હતી. નયના એટલી આતુર હતી કે દસ મીનીટમાં, એક મીનીટમાં બે કોલ, એમ લગભગ વીસ કોલ કરી ચુકી હતી. સાડા સાત થઇ ગયાં, આકાશનો હજું એક પણ કોલ ના આવ્યો. અને હજુ તો ફરીથી નયના કોલ કરવાં જાય ત્યાજ આકાશ પોતે એમના ઘરે નયનાને લેવા આવ્યો. નયના ખુબજ ગુસ્સામાં હતી. આકાશ આવ્યો અને ત્યાજ એમનાં પર વર્ષી પડી. કેટલા વાગ્યાં? શું કામ મોડું કર્યું? હું કલાકની રાહ જોઉં છું. . ખબર નથી પડતી? આકાશ કઈ બોલે ત્યાજ ત્રણ તીરના ઘા આકશ તરફ થઇ ગયા હતાં.

આકાશે નયનાને ગુલાબનું ફૂલ આપ્યું અને કહ્યું કે બસ તારા માટે આ ગુલાબનું ફૂલ લેવા ગયો હતો એટલે જરાક મોડું થઇ ગયું. જરાક. .? અડધો કલાક લેટ છો તું અને આ મારા માટે. .એટલે! કઈ ગુલાબ આપીને ઉપકાર નથી કર્યો હા. તલવારની તીણી અને તીખી ધાર જેવો ગુસ્સો જોઇને આકાશ સમજી ગયો કે આજે તો હું ગયો જ. આકાશે મનાવવાની કોસીસ કરતાં કહ્યું કે દિકા તું ખુશ થા એટલે ફૂલ લેવા ગયો હતો. તો આપડે થોડુંક વહેલું નીકળાય ફૂલ લેવા, કોઈક આટલી રાહ જોતું હોઈ ઇ વિચારાય, નયના તો જાણે તસ ની મસ થતી ન હતી. આકાશે નયનાને મનાવવા માટે પાછળથી હળવું આલિંગન કરી આઈ લવ યું કહ્યું, આજે હું તને માફ નહિ કરું, તું દર વખતે મને આમ મનાવી લેસ એમ કહી નયના થોડી હળવી બની અને બંને હોટેલ જવા નીકળ્યા, પણ ગુસ્સો હજી કઈ ઓછો થયો ના હતો.

મનમાં તો નયના એમ વિચારતી હતી કે ક્યારે આકાશ પહેલ કરે પણ એ સામેથી કઈ કહેવા માંગતી ના હતી.

“મને જોઈએ છે કે તું મને બોલાવે, પણ તને કહીશ નહિ કે તું મને બોલાવે.

કરવી છે મલકની વાતો તારી સાથે, પણ નથી બોલવું મારે તારી સાથે.

કહેવું પણ છે અને નથી પણ કહેવું!

તું મને મનાવીસ એ ગમશે ઘણું મને, પણ નહિ માનું એક પણ વાત આજે તારી.

પ્રેમ તો ઘણો છે તારા પ્રત્યે, પણ નથી પ્રેમ દેખાડવો આજે મારે.

કહેવું પણ છે અને નથી પણ કહેવું!”

                  બંને જણા હોટેલમાં બેઠા હતાં. આકાશના મનમાં ચાલી રહ્યું હતું કે નયનનો મુડ હવે તો સારો થય જ ગયો હશે તો કઈ સારી વાત કરું કે નહિ! આકાશ ઈચ્છતો હતો કે કાશ નયના જ બોલવાની પહેલ કરે અને વાત કરે. પણ નયના તો જીદ્દી અને આજે તો એનો કઈ વાંક પણ ના હતો. નયના મનમાં ને મનમાં આકાશને કહેતી હતી કે. .

કરવી છે ઘણી વાતો પણ એક વખત તું બોલાવી તો જો.

હું પણ ઇચ્છુ છું કે હું તને પ્રેમ કરું.

પણ એક વખત તું મને પ્રેમ કરી તો જો.

કરવી છે ઘણી વાતો પણ એક વખત તું બોલાવી તો જો.

               ત્યાં જ નયનાથી રહેવાયું નહિ અને એનાં પર્શ્નો(સવાલો) ચાલુ થઇ ગયા. બાઈ ધ વે, તું હતો ક્યાં એ મને કેતો પેલા. આકાશે કહ્યું કે રીના સાથે. નયનાનો હળવો પડેલો જ્વાળામુખી ફરીથી સળગ્યો. શું? તું રીના સાથે હતો? મારી સાથે પ્રેમ કરીને રીના સાથે ડેટીંગ! રીનાનું વળી શું કામ પડ્યું? અને રીના એ તો મને કહ્યું કે હું બીઝી છું એટલે તો ઇ આજે મને મળવા પણ ના આવી. સાચું બોલ તું શું કરતો હતો? આકાશ કઈ બોલે ત્યાતો આવા અઘરાં અઘરાં સવાલો પૂછી નાખ્યાં. આકાશ તો કઈ બોલવાને જ લાયક ના રહ્યો. આવી પરિસ્થિતિમાંથી તુરંત કેમ નીકળવું અને રીનાને મળવું એ આ ડીનર પ્લાન નો જ એક ભાગ હતો, એમ કેમ સમજાવવું એ આકાશ વિચારતો હતો. કદાચ સિદ્ધાર્થ રાંદેરિયા સાહેબ એમની મદદમાં હોત તો બિચારો બચી જાત. આકાશે પહેલેથી બધી વાત જણાવી, થોડાક પ્રેમાળ શબ્દોમાં નયનાનાં વખાણ કર્યા, આખરે નયના માની અને ઠંડી પડી. બંને જણા પોતાનાં અને એમનાં આ જગડારુપી પ્રેમ પર સંતોષની દ્રષ્ટીએ હસવા લાગ્યા. આકાશે મોકો ઉઠાવીને નયનાને ફરીથી આઈ લાવ યું કહી પોતે ખુબજ ખુશ છે તેમ જણાવ્યું.

આ નાના નાના રોમાન્ટિક, મોજીલા અને મીઠાં જગ્ડાઓ દ્વારા જ પ્રેમ વધારે ગાઢ બને છે અને પ્રેમી પંખીડાઓ એકબીજાની વધારે નજીક આવતા જાય છે. આવા નાના નાના જગ્ડાઓ તો હંમેશા ચાલતા જ રહેવા જોઈએ. જો કપલમાં જગડા ના થાય તો સમજવું કે એક દિવસે મોટો વિસ્ફોટ થશે. એના કરતાં આ મીઠા જગડા થઇ જાય એમાં શું ખોટું?

પ્રેમી પંખીડાઓ ઉમરમાં મોટા એવાં બાળકો જ હોઈ છે. એમની અને બાળકો વચે માત્ર ઉમરનો જ ફર્ક હોઈ છે. પ્રેમી પંખીડાઓ પોતાનાં પ્રેમીને મનાવવા, હસાવવા, શાંત પાડવા, સમજાવવા કે કઈ પણ વાતમાં એકદમ પ્રેમથી નાના છોકરાની જેમ જ વાતો કરતાં હોઈ છે. મારો બાબુ, શોના, ડાયો દીકો, મારી ગાંડી, બેબી આવા અનેક ગલગલીયા થાય એવા મીઠાં શબ્દો દ્વારા પ્રેમની વર્ષા થાય છે. જાણે આખી દુનિયામાં પ્રેમ ક્યાય ઉભરાય છે તો બસ અહિયાં જ એવો મસ્ત માહોલ છવાઈ જાય છે. અને હું કહું શું કામ નહિ? પ્રેમ કરવો કઈ ગુનોહ થોડી છે અને ગુનોહ હોઈ તો પણ આ દિલ એ માનવા તૈયાર થોડી છે! દિલ તો બચ્ચા હે જી !!!2014021113921205571848171371

Advertisements

9 thoughts on “મોજીલા અને મીઠાં જગ્ડાઓ દ્વારા જ પ્રેમ વધારે ગાઢ બને છે

 1. अमे बहु मोटी उमरना अमरा प्रेमनी ईर्षालु लोकोने इर्षा थाय एवो / एक वखत मने बकुले पुछ्यु . बकुल मारा पौत्र थी पण नानी उमरनो काका तमे कोई दी ज़घड़ो करो छो के नही . ? में जवाब आप्यो . हां अमे झग़डों जरूर करिए छै , पण खोटो खोटो साचो झगड़ो न थाय एटला माटे खोटो खोटो अमारो झग़डों वघुमा वधु १० मिनिट चाले . आ मारी प्रेमाल पत्नी हाल ८ वरसथी स्वर्गमा रहे छे।
  तमे कहो छो एम प्रेम ने कोई उम्र नड़ती नथी . मारी एक मित्र छोकरी २६ वरसनी छे . अने हुँ आ एप्रिलनी पंदर तारीखे ९५ वरस पूरा करिश . एक वखत एने जोशमा आवि जइने जोरथी मने बाथ भिड़ी ऑफोटो पण पड़ी गयो . आ फोटो में एक जवान छोकराने देखाड्यो . इ बोल्यो काका तमे जवान नथी . आवा फोटाथि समाजमा आबरू जाय .

  Liked by 1 person

  1. Aapni vat swikaru chu.
   Duniyama prem sivayni badhi j vastu, Sau koi bijane batavva, sambhdavva, jatavva ke sabit karva badhu karta hoi che ane prem pan aajkal to bijane jatavva thy j che, pan prem ma jagat su kahe che eni parwah j ny.
   Baki to logo ka kam ke kahena.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s